પ્રયાગરાજ: સમાજવાદી પાર્ટી (Samajwadi Party)માંથી સાંસદ આઝમ ખાન (Azam Khan)નો ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમ હવે ચુંટણી લડી શકશે નહી. બે જન્મના દાખલાના મામલે અલ્હાબાદ કોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો છે. તમને જણાવી દઇએ કે વર્ષ 2017ની ચુંટણીમાં અબ્દુલ્લા આઝમ રામપુરથી સ્વાર સીટ પરથી ચુંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ 2017માં બસપા (Bahujan Samaj Party) નેતા નવાબ કાઝિમ અલીએ અબ્દુલ્લાની ઉંમરને આધાર બનાવીને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. બહુજન સમાજ પાર્ટીના નેતા નવાબ કાઝિમ અલીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે 2017માં ચુંટણી વખતે અબ્દુલા આઝમની ન્યૂનતમ નિર્ધારિત ઉંમર 25 વર્ષ હતી. ચુંતણી લડવા માટે બનાવટી દસ્તાવેજ અને ખોટું સોગંધનામું દાખલ કરવામાં આવ્યું હતું. કાઝિમ અલી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં અબ્દુલા આઝમની 10મા ધોરણની માર્કશીટની સાથે-સાથે ઘણા દસ્તાવેજમાં નોંધાયેલી જન્મતારીખને આધાર બનાવવામાં આવી હતી. 


ત્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ અલ્હાબાદ કોર્ટે સુનાવણી પુરી કર્યા બાદ ચુકાદો પેન્ડીંગ રાખ્યો હતો. અને આજે જસ્ટિસ એસપી કેસરવાનીની બેંચે ચુંટણી ન લડવાનો ચુકાદો સંભળાવ્યો છે. 


ચુંટણી લડવા માટે અબ્દુલા આઝમે ખોટા દસ્તાવેજ રજુ કર્યા હતા. સમાજવાદી પાર્ટીની ટિકીટ પરથી ચુંટણી લડેલા અબ્દુલ્લા આઝમ ચુંટણી સમયે 25 વર્ષના ન હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube