નવી દિલ્હી: અલાહાબાદ હાઈકોર્ટના જજ રંગનાથ પાંડેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની પસંદગી ચા પાર્ટી અને મિજબાનીઓમાં થાય છે. આ પત્રમાં જજસાહેબે લખ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા અપાય છે. પત્રમાં લખ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કોઈ જજના પરિવારમાંથી હોવું એ જ આગામી ન્યાયાધીશ બનવાનું સુનિશ્ચિત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી: મંદિર પર હુમલા મામલે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનરને લગાવી ફટકાર


પત્રમાં લખ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની પસંદગીની પ્રક્રિયા બંધ રૂમમાં ચા પાર્ટીમાં પરિષ્ઠ જજોની પેરવી તથા પસંદગી હોવાની કસૌટી પર થાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ગોપનીયતાનું ખાસ ધ્યાન રખાય છે તથા ભાવી ન્યાયાધીશોને નામ નિયુક્તિ પ્રક્રિયા પૂરી થયા બાદ જ સાર્વજનિક કરવાની પરંપરા રહી છે. 


'અર્થાત કોની કયા આધારે પસંદગી થઈ તેના કોઈ નિશ્ચિત માપદંડ થી, આ સાથે જ પ્રક્રિયાને ગુપ્ત રાખવાની પરંપરા પારદર્શકતાના સિદ્ધાંતને ખોટો સિદ્ધ કરવા જેવી છે.' 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...