પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) પરિસરનો ASI પાસે સર્વેક્ષણ કરાવવાનો વારાણસી સિવિલ કોર્ટના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે આ આદેશ 8 એપ્રિલે આપ્યો હતો. આ આદેશ વિરુદ્ધ યૂપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 1991ના પૂજા સ્થળ અધિનિયમનું ઉલ્લંઘન
યૂપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને મસ્જિદ કમિટીએ આરોપ લગાવ્યો કે વારાણસી સિવિલ કોર્ટે સર્વેક્ષણનો આદેશ આપી પૂજા સ્થળ (વિશેષ જોગવાઈ) અધિનિયમ 1991ના આદેશનું ઉલ્લંઘન કર્યુ છે. આ અધિનિયમ હેઠળ 15 ઓગસ્ટ 1947 પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મસ્થળને બીજા ધર્મસ્થળમાં ન બદલી શકાય. 


આ પણ વાંચોઃ આ છે ભારતની ટોપ મેડિકલ, એન્જિનિયરિંગ, MBA કોલેજ, ગુજરાતની આ ઈન્સ્ટિટ્યૂટનું નામ સામેલ


સિંગલ બેંચમાં સુનાવણીનો આપ્યો હવાલો
મસ્જિદ કમિટીએ તર્ક આપ્યો કે આ સંબંધમાં પહેલાથી હાઈકોર્ટની સિંગલ બેંચમાં મામલો સુરક્ષિત છે. જ્યાં સુધી સિંગલ બેંચ પોતાનો ચુકાદો આપે નહીં, ત્યાં સુધી વારાણસી સિવિલ કોર્ટના મસ્જિદ  (Gyanvapi Masjid) પરિસરનું સર્વેક્ષણ કરાવવાના આદેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે. હાઈકોર્ટે તમામ તથ્યોને સાંભળ્યા બાદ વારાણસી સિવિલ કોર્ટના આદેશ પર સ્ટે ઓર્ડર જાહેર કર્યો છે.


વિશ્વનાથ મંદિરને તોડી બની મસ્જિદ
મહત્વનું છે કે કાશી વિશ્વનાથ મંદિર (Kashi Vishwanath Temple) પક્ષની અરજી પર સિવિલ કોર્ટે સર્વેનો આદેશ આપ્યો હતો. મંદિર પક્ષનું કહેવું હતું કે મુગલ શાસક ઔરંગઝેબે 1664માં કાશી વિશ્વનાથ મંદિરને ધ્વસ્ત કરી તેના અવશેષો પર મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. જેને આજે પણ જોઈ શકાય છે. મંદિર પક્ષની માંગ છે કે વાસ્તવિકતા જાણવા માટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનું સર્વેક્ષણ કરાવવામાં આવે જેથી સત્ય સામે આવી શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube