નવી દિલ્હી: દિલ્હીના કસ્તૂરબા નગરમાં એક યુવતી સાથે ગેરવર્તણૂંકની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં કેટલીક મહિલાઓ પીડિતાને બજારમાં બધાને સામે વાળ કાપીને તેનો ચહેરો કાળો કરી ઘૂમાવતી જોવા મળે છે. દિલ્હી મહિલા આયોગે આ ઘટનાને ગંભીરતાથી લઈ દિલ્હી પોલીસને એક નોટિસ ફટકારી છે. આ સાથે જ આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે પીડિતાની મુલાકાત પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચપ્પલની માળા પહેરીને ફેરવી
આયોગના જણાવ્યાં મુજબ કસ્તૂરબા નગરમાં 20 વર્ષની છોકરીનો ગેરકાયદેસર દારૂ વેચનારા દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો. એટલું જ નહીં તેના વાળ ઉતારી, ચપ્પલની માળા પહેરાવી આખા વિસ્તારમાં મોઢું કાળું કરીને ફેરવી. આ બાજુ મહિલા આયોગે આ ઘટનામાં દિલ્હી પોલીસને  નોટિસ ફટકારી છે. આ સાથે જ આયોગે માંગણી કરી છે કે તમામ આરોપીઓ જેમાં પુરુષો-મહિલાઓ સામેલ છે તેમની ધરપકડ કરવામાં આવે અને યુવતી તથા તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે. 


તે ઘરમાં અનેક મહિલાઓ ઊભી હતી
દિલ્હી મહિલા અધ્યક્ષ સ્વાતી માલિવાલે જણાવ્યું કે 20 વર્ષની યુવતીને તે ઘરમાંથી ઉઠાવીને લઈ ગયા અને ત્રણ લોકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું. તે સમયે તે ઘરમાં અનેક મહિલાઓ પણ ઊભી હતી જે યુવકોને વધુ ભડકાવી રહી હતી. તે યુવતીના માથાના વાળ કાપી લેવાયા અને તેને ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો. ચહેરો પણ કાળો કરી દેવાયો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube