નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના સંકટ વચ્ચે આયુર્વેદ અને એલોપેથિક વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તરફથી કાયદાકીય નોટિસ મળ્યા બાદ યોગગુરુ સ્વામી રામદેવ પહેલીવાર સામે આવ્યા છે અને દાવો કર્યો છે કે એલોપેથીએ ફક્ત 10 ટકા ગંભીર દર્દીઓની સારવાર કરી છે જ્યારે બાકી 90 ટકા લોકો યોગ-આયુર્વેદથી ઠીક થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગે કોરોનાથી લાખો લોકોના જીવ બચાવ્યા-રામદેવ
દૈનિક ભાસ્કર સાથે વાતચીતમાં યોગગુરુ સ્વામી રામદેવે એલોપેથી વિરુદ્ધ મોરચાબંધીના સવાલ પર કહ્યું કે 'કોરોના સંકટમાં લોકોને યોગ અને નેચરોપેથીની સૌથી વધુ જરૂર છે. આ મહામારીથી ડોક્ટર્સે નહીં પરંતુ યોગ અને નેચરોપેથીએ કોરોનાથી લાખો લોકોના જીવ બચાવ્યા છે.' તેમણે વધુમાં કહ્યું કે 'એલોપેથી વિરુદ્ધ કોઈ મોરચાબંધી નથી પરંતુ તે બીમારીના નિવારણ માટે છે. નબળા ફેફસા, નબળું લિવર-હાર્ટ, નબળી ઈમ્યુન સિસ્ટમ, નબળી નર્વસ સિસ્ટમ, નબળું મનોબળ આ બીમારીના સૌથી મોટા કારણ છે. પરંતુ દુર્ભાગ્યથી એલોપેથી પાસે તેનો કોઈ ઈલાજ નથી. તેઓ ફક્ત સિમ્પ્ટોમેટિક ટ્રિટમેન્ટ કરી રહ્યા છે.'


'ઓક્સિજન લેવલ 70 ટકા થઈ ગયું હોય તેવા લોકો યોગથી સાજા થયા'
યોગગુરુ બાબા રામદેવે કહ્યું કે 'ફક્ત ડોક્ટરોએ જ કોરોના દર્દીઓની સારવાર કરી તો અમે શું ભંડારો ખાવા આવી ગયા? હું માનું છું કે આ ડોક્ટરોએ ખુબ સારું કર્યું છે. પરંતુ એમ કહેવું બિલકુલ ખોટું છે કે ફક્ત આ ડોક્ટરોએ જ સારવાર કરી. યોગ અને દેશી ઉપાયોથી એવા લોકો પણ સાજા થયા છે જેમનું ઓક્સિજન લેવલ 70 સુધી પહોંચી ગયું હતું. આ ડોક્ટરોએ ગંભીર દર્દીઓની સારવાર જરૂર કરી.' તેમણે કહ્યું કે 'એમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરિયા કહે છે કે 90 ટકા લોકોએ હોસ્પિટલ જવાની જરૂર નથી પડી. હું કહું છું કે 95થી 98% લોકોએ હોસ્પિટલ જવાની જરૂર પડી નથી અને તેઓ આયુર્વેદ અને યોગથી સાજા થયા.'


કેન્દ્રીય મંત્રીએ Arvind Kejriwal અને દિલ્હીના ઉપરાજ્યપાલને લખ્યો પત્ર, કહ્યું- CM એ National flag નું કર્યું અપમાન


કોરોનાની હોમકિટમાં કોરોનિલ કેમ નથી?
કોરોનાની હોમકિટમાં પતંજલિની કોરોનિલને સામેલ ન કરવા પર સ્વામી રામદેવે કહ્યું કે 'તે અમારી નહીં પરંતુ સરકારની નીતિઓનો દોષ છે. દેશના કોઈ પણ શહેરમાં જોઈ લો કોરોનાના 100માંથી 90 ટકા દર્દીઓએ યોગ, પ્રાણાયામ, આયુર્વેદ અને સ્વસ્થ જીવનશૈલીથી પોતાને સાજા કર્યા છે.'


Covid-19 Updates: દેશમાં ઘટી રહ્યો છે કોરોનાનો કહેર! જાણો શું છે લેટેસ્ટ અપડેટ


હું એલોપેથીની વિરુદ્ધમાં નથી-બાબા રામદેવ
બાબા રામદેવે આગળ કહ્યું કે '90 ટકા દર્દીઓના જીવ યોગ અને આયુર્વેદે બચાવ્યા છે, જ્યારે ગંભીર થઈને હોસ્પિટલ જનારા 10 ટકા લોકોના જીવ જ એલોપેથી ડોક્ટરોએ બચાવ્યા છે. ડોક્ટરોને મારી વાત પર આપત્તિ કેમ છે, કારણ કે તેમનો ખુબ મોટો વેપાર તેની સાથે જોડાયેલો છે. પરંતુ તેઓ તાકાતના દમ પર સત્ય છૂપાવી શકે નહીં. હું એલોપેથીનો વિરોધી નથી. ઈમરજન્સી ટ્રિટમેન્ટ તરીકે અને Serious Surgery માટે આધુનિક મેડિકલ સાયન્સે ખુબ કામ કર્યું છે. પરંતુ લાઈફસ્ટાઈલ ડિસિઝનો તેમની પાસે કોઈ ઈલાજ નથી.' તેમણે કહ્યું કે 'અનેક ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવીને દર્દીઓના જીવ બચાવ્યા છે. તેમનો આભાર માનું છું. આવા સંકટમાં તેમણે તો મદદ કરવી જ જોઈએ નહીં તો મેડિકલ સાયન્સનો મતલબ જ શું રહે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube