નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ બ્યૂરોના પૂર્વ નિર્દેશક આલોક વર્માની મુસીબતો હાલ  ઘટી રહી હોય તેવું નથી લાગી રહ્યું, કારણ કે કેન્દ્રીયત સતર્કતા પંચ (સીવીસી)એ તેમના પર 6 વધારે આરોપોની તપાસ ચાલુ કરી છે. તેમાં બેંક ગોટાળાનાં આરોપી નીરવ મોદી, વિજય માલ્યા અને એરસેલના પૂર્વ પ્રમોટર સી.શિવશંકરનની વિરુદ્ધ લુકઆઉટ સર્કુલરના આંતરિક ઇમેઇલને લીક કરવાનાં આરોપનો પણ સમાવેશ થાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા આરોપો અંગે સીવીસીએ સરકારને માહિતી આપી છે, જે અંગે ગત્ત વર્ષે 12 નવેમ્બરે સુપ્રીમ કોર્ટને સુપ્રીમ કોર્ટની સામે વર્માની તપાસ રિપોર્ટ દાખલ કર્યા બાદ ભ્રષ્ટાચાર નિરોધક ટીમ દ્વારા ફરિયાદો પ્રાપ્ત થઇ હતી. વર્માની વિરુદ્ધ તેમનાં જ પૂર્વ નંબર 2 નિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા લગાવાયેલા 10 આરોપોની તપાસનાં આધારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વર્માની પુછપરછ કરવામાં આવવી જોઇએ. 

સીવીસીના એક સુત્રએ કહ્યું કે, સીબીઆઇને 26 ડિસેમ્બરે એક પત્રનાં માધ્યમથી કહેવામાં આવ્યું છે કે, તેઓ આ મુદ્દે સંબંધિત તમામ દસ્તાવેજ અને ફાઇલો ઉપલબ્ધ કરાવે જેથી તપાસને તાર્કિક રીતે પુર્ણ કરવામાં આવી શકે. ત્યાર બાદ એજન્સીએ બુધવારે માલ્યા સાથે સંબંધિત કિસ્સાનાં તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી માલ્યા હાલ ફરાર છે. 

વર્મા પર આરોપ છે કે નીરવ મોદી આ મુદ્દે સીબીઆઇનાં કેટલાક આંતરિક ઇમેલોને લીક થવા અંગે આરોપીને શોધવાનાં બદલે આ કિસ્સાઓને છુપાવવાનાં પ્રયાસો કરી રહ્યા. જ્યારે તે સમયે બેંક ગોટાળા મુદ્દે એક પીએનબી ગોટાળાની તપાસ પોતાનાં ચરમ પર હતી. ઉલ્લેખનીય છે કે એજન્સીએ જુન 2018માં તત્કાલીન સંયુક્ત નિર્દેશક રાજીવ સિંહ ( જે નીરવ મોદીની તપાસ કરી રહ્યા હતા)ના રૂમને બંધ કરી દીધો હતો અને એટલે સુધી કે ડેટા પ્રાપ્ત કરવા માટે માહિતી અને ટેક્નોલોજી મંત્રાલયનાં કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી)ને પણ બોલાવ્યા હતા. જો કે એજન્સીએ આ પગલાનું કારણ ક્યારે પણ સ્પષ્ટ નથી કર્યું. 

આ ઉપરાંત તેમના પર એરસેલના પૂર્વ માલિક સી.શિવશંકરનની વિરુદ્ધ લુકઆઉટ સર્કુલરને નબળું પાડવાનો આરોપ છે. જેમાં 600 કરોડ રૂપિયાનાં આઇડીબીઆઇ બેંક લોન ગોટાળાનાં મુખઅય આરોપીને ભારત છોડવાની પરવાનગી મળી. વર્માની વિરુદ્ધ વધારે એક ગંભીર આરોપ ઓક્ટોબર 2015માં પૂર્વ દારૂના વેપારી વિજય માલ્યાનાં લુકઆઉટ સર્કુલરને નબળું પાડવા સંબંધિત છે. માલ્યા પર 900 કરોડ રૂપિયાનાં આઇડીબીઆઇ ગોટાળાનો આરોપ હતો. 

વર્માની ઇમાનદારી પર સવાલ ઉઠાવતા ત્રણ અન્ય આરોપ સીબીઆઇની લખનઉ શાખામાં ફરજંદ એડિશનલ એસપી સુધાંશુ ખરેએ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે વર્માએ ઉત્તરપ્રદેશ એટીએસનાં એડિશનલ એસપી રાજેશ સાહનીની આત્મહત્યાની તપાસનો ઇન્કાર કરી દીધો હતો, જેઓ ઓફીસમાં ગોળીખાઇને આત્મહત્યા કરેલી અવસ્થામાં મળી આવ્યા હતા.