નવી દિલ્હી : બેંગલુરુ મેટ્રોના ફેઝ-2 માટે વિદ્યુતીકરણ અને વિજળી પહોંચાડવા માટે કંપની Alstomને કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ બેંગલોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (બીએમઆરસીએલ)એ આપ્યો છે. વિદ્યુતીકરણની આ કામગીરી બેંગલુરુ મેટ્રોના 33 કિલોમીટર લાંબા ટ્રેક પર ફેઝ-2 અંતર્ગત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

580 કરોડ રૂપિયાના ખર્ચ થનાર આ પ્રોજેક્ટ Alstomનો ભારતમાં રેલ વિદ્યુતીકરણનો ત્રીજો સૌથી મોટો પ્રોજેક્ટ છે. બેંગલુરુ મેટ્રોના ફેઝ-2 અંતર્ગત ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ કોરિડોર ઉપરાંત અન્ય સ્થાનો સુધી પહોંચ વધશે. તેનાથી રસ્તા પર થતા ટ્રાફિકમાંથી પણ મુક્તિ મળશે.


Alstom આ નવા પાવર સપ્લાયની ટેકનિકને અમલમાં મૂકવા માટે જૂના સિસ્ટમની સાથે જ નવા પાયાગત ઢાંચા પર પણ કામ કરશે. તેમાં સ્કાડા સિસ્ટમનો ઉપયોગ પણ સામેલ હશે. આ પ્રોજેક્ટનું કાર્ય પાંચ ચરણોમાં પૂરુ કરવામાં આવશે. તેના પહેલા પડાવ અંતર્ગત 2019માં જ 6.5 કિલોમીટર મેટ્રો રેલ લાઈનનું કામ સામેલ છે. 


કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર (ભારત અને એશિયા) એલેન સ્પોરના અનુસાર, આ પ્રોજેક્ટ અંતર્ગત અમે અમારા ગ્રાહકોનો લાભદાયક ક્ષમતાઓ અને સમાધાન ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. તો બીએમઆરસીએલના મેનેજિંગ ડાયરેક્ટર અજય શેઠના અનુસાર, જ્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત પહેલી લાઈન શરૂ થશે તો તેનાથી રસ્તા પર થતા ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. તેનાથી પર્યાવરણને પણ ફાયદો પહોંચશે.