નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈરને મોટી રાહત મળી છે. તેને કોર્ટે જામીન આપી દીધા છે. આ પહેલા તેને યુપીના એક મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત મળી હતી. પટિયાલા હાઉસ કોર્ટે ગુરૂવારે 14 જુલાઈએ સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. ત્યારબાદ તેને જામીન આપવાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટિયાલા હાઉસ કોર્ટે મોહમ્મદ ઝુબૈરને કેટલીક શરતો પર જામીન આપ્યા છે. જેમાં કોર્ટની મંજૂરી વગર દેશ છોડી શકશે નહીં. તે જ સમયે, જામીન માટે, તેણે 50 હજારના વ્યક્તિગત બોન્ડ અને 50 હજારની સ્યોરિટી આપવી પડશે. ત્યાર બાદ જ તેઓ જામીન મેળવી શકશે.


ટ્વીટને લઈને થઈ હતી ધરપકડ
નોંધનીય છે કે મોહમ્મદ ઝુબૈરની એક ટ્વીટને લઈને ધરપકડ કરવામાં આવી હતી. 2018માં એક હિન્દુ દેવતાને લઈને તેણે એક ટ્વીટ કર્યું હતું, જેને લઈને પોલીસને ફરિયાદ મળી હતી. આ મામલામાં જામીન માટે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં એડિશનલ સત્ર ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર જાંગલાએ આરોપીની સાથે-સાથે બચાવ પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આદેશ સુરક્ષિત રાખી લીધો. ત્યારબાદ કોર્ટના આદેશની રાહ જોવામાં આવી રહી હતી. 


આ પણ વાંચોઃ Monkeypox in India: દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ મળ્યા બાદ 5 જિલ્લામાં એલર્ટ, કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન


તો મેજિસ્ટ્રેટ કોર્ટે આ મામલામાં 2 જુલાઈએ તેની જામીન અરજી નકારી દીધી હતી અને તેને 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે પાંચ દિવસની કસ્ટડીમાં પૂછપરછ બાદ તેને ન્યાયીક કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારબાદ ઝુબૈર તરફથી મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. 


ઝુબૈર વિરુદ્ધ યુપીમાં ઘણા કેસ દાખલ
નોંધનીય છે કે મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે. સાથે પોલીસે નવી કલમો પણ જોડી છે. તે માટે ઝુબૈર તરફથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. તેને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં પોતાની વિરુદ્ધ નોંધાયેલા 6 કેસને રદ્દ કરવાની અપીલ કરી હતી. ઝુબૈરે નવી અરજીમાં તમામ 6 કેસમાં વચગાળાના જામીન આપવાની અપીલ કરી હતી. ઝુબૈર વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં ઉત્તર પ્રદેશના સીતાપુર, લખીમપુર ખીરી, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર અને હાથરસ જિલ્લામાં અલગ-અલગ કેસ દાખલ કરાવવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube