અમરાવતી: ત્રિપુરા (Tripura) માં ફેલાયેલી હિંસા (Violence) અફવાની અસર ત્રિપુરાથી લગભગ 2,500 કિલોમીટર અમરાવતી (Amarawati) માં જોવા મળી. શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના 3 શહેર અમરાવતી, નાંદેડ (Nanded) અને માલેગામ (Malegaon) માં જોરદાર હિંસા-આગઝની, તોડફોડ, પોલીસ પર હુમલો, પથ્થરબાજી સહિત બધુ જ થયું. ત્રિપુરા હિંસાના વિરોધમાં પહેલો મોરચો નિકાળવામાં આવ્યો અને પછી મોરચોના નામ જોરદાર ઉપદ્રવ કરવામાં આવ્યો. તેના વિરોધમાં ભાજપે આજે (શનિવારે) અમરાવતીમાં બંધનું આહવાન કર્યું હતું. આ દરમિયાન પોલીસે ભાજપ (BJP) કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે બંધ દરમિયાન અમરાવતીમાં એક ખુલી દુકાનને જોઇને ભાજપ કાર્યકર્તા ભડકી ગયા અને દુકાનોમાં તોડફોડ શરૂ કરી દીધી. ત્યારબાદ પોલીસે ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો. તમને જણાવી દઇએ કે પોલીસે ઉપદ્રવને રોકવા માટે ટિયર ગેસના ગોળા છોડ્યા અને પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો ચલાવ્યો. અમરાવતીમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. 


Viral News: પાણીપુરી ખાવાના શોખીનો જરા ચેતી જજો, ફોટો જોઇને ઉડી જશે હોશ


મહારાષ્ટ્રમાં ભડકી હિંસા
જાણી લઇએ કે મહારાષ્ટ્રના ત્રણ શહેર અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ રસ્તા પર ઉતરી ગઇ. હાલ પોલીસે દાવો કર્યો છે કે અત્યારે માલેગાવ અને નાંદેડૅ બંને જગ્યાએ સ્થિતિ તનાવપૂર્ણ પરંતુ કાબૂ છે. 


હિંસામાં 5 પોલીસકર્મી ઘાયલ
તમને જણાવી દઇએ કે માલેગાંવમાં થયેલી હિંસામાં 3 પોલીસ અધિકારી, 5 પોલીસકર્મી અને 3 સામાન્ય નાગરિકને ઇજા પહોંચી છે. કેસની ગંભીરતાને જોતાં SRPF ની બે ટુકડી અને નાસિક ગ્રામીણ પોલીસ બળને તૈનાત કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube