નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં મચેલું રાજકીય ધમાસાણ અટકવાનું નામ લઇ રહ્યું નથી. કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) ના મુખ્યમંત્રી પદ છોડ્યા બાદથી સતત પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. હવે અમરિંદર સિંહે પંજાબમાં નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે ભાજપ (BJP) સાથે મળીને ચૂંટણી લડવાના સંકેત પણ આપ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ સાથે ગઠબંધનના સંકેત
કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)  ના મીડિયા એડવાઇઝર રવીન ઠુકરાલ (Raveen Thukral) દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર પંજાબના ભવિષ્ય માટે લડાઇ ચાલુ રહેશે અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં અમરિંદરની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન પણ કરી શકે છે. આગળ લખવામાં આવ્યું છે કે પંજાબની શાંતિ અને સ્થિરતા લાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

State Government એ કૃષિ રાહત પેકેજની કરી સત્તાવાર જાહેરાત, જાણો ખેડૂતોને કેટલો મળશે લાભ


સમાન વિચારધારાના લોકોને આપ્યું આમંત્રણ
અમરિંદર સિંહ તરફથી કહેવામાં આવ્યું છે કે અકાળી જુથો (Akali groups) સાથે અલગ થયેલા દળો સહિત સમાન વિચારધારા વાળી પાર્ટીઓ સાથે મળીને તેમની સાથે ગઠબંધન કરવાનો પણ વિચાર છે. આ ઉપરાંત જો ખેડૂત આંદોલનનું સમાધાન તેમના હિતમાં થઇ જાય છે તો પંજાબમાં ભાજપ સાથે ડીલની પણ આશા છે. 

Uttarakhand: વરસાદે મચાવી તબાહી, 23ના મોત, કાટમાળમાં ફસાયા અનેક લોકો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube