નવી દિલ્હીઃ 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી  રહી છે... 19 ઓગસ્ટ સુધી ચાલનારી યાત્રામાં બાબા બર્ફાનીના દર્શન માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે... ત્યારે કેદારનાથથી કેટલી મુશ્કેલ છે અમરનાથ યાત્રા?... કેટલાં કિલોમીટર સુધી બરફમાં ચાલવું પડે છે?.... જોઈશું આ રિપોર્ટમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરાધ્ય દેવ મહાદેવના ભક્તો માટે ખુશખબર છે... કેમ કે ચારધામ યાત્રા બાદ હવે અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે.... અમરનાથ યાત્રા પર આવનારા બાબા બર્ફાનીના ભક્તો માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે..... 


આ દ્રશ્યો જમ્મુ કાશ્મીરના રામબન વિસ્તારના છે... અહીંયા અમરનાથ યાત્રાએ આવતાં શ્રદ્ધાળુઓના વાહનો માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે... જેથી તેમને ટ્રાફિક જામમાં હેરાન નહીં થવું પડે....


અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સાથે સાથે ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે.. જ્યાં શિવભક્તોમાં રજિસ્ટ્રેશન માટે ભારે ધસારો જોવા મળ્યો...


અમરનાથ ગુફા 3880 મીટરની ઉંચાઈ પર આવેલી છે... 
અમરનાથ યાત્રાના બે રૂટ છે....
પહલગામના રસ્તે લગભગ 45 કિમી બાદ ગુફા સુધી પહોંચી શકાય છે...
આ આખી યાત્રામાં 3 દિવસનો સમય લાગે છે....
ચંદનવાડી, શેષનાગમાં પડાવ બાદ ગુફા સુધી પહોંચી શકાય છે....
બાલટાલના રસ્તે પણ ગુફા સુધી પહોંચી શકાય છે...
અહીંયા 14 કિલોમીટર સુધી ઉપર ચઢવું પડે છે...
આ રૂટના રસ્તા સારા ન હોવાથી લોકો ઓછો પસંદ કરે છે...


હાલ તો અમરનાથ યાત્રા જવા ઈચ્છુક ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે... 29મી જૂનથી જ્યારે યાત્રા શરૂ થશે ત્યારે માર્ગ બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠશે.