અમરનાથ યાત્રા : બાબા બર્ફાનીએ સમય પહેલા લીધો `અવતાર`, ઘરે બેઠા કરો સૌ પ્રથમ દર્શન
અમરનાથ યાત્રા: બાબા બર્ફાનીએ આ વખતે સમય કરતાં પહેલા અવતાર લીધો છે. ગત સપ્તાહે અમરનાથ યાત્રાએ આવેલા એક સમુહે બાબા બર્ફાનીની આ તસ્વીર શેયર કરી છે અને દાવો કર્યો છે કે આ ફોટા બાબા બર્ફાનીની ગુફામાં જઇને લેવામાં આવ્યો છે. આવો, સૌથી પહેલા કરો બાબા અમરનાથના દર્શન..
નવી દિલ્હી: ભોલેનાથ બાબાના હજારો લાખો શ્રધ્ધાળુઓ દર વર્ષે બાબા બર્ફાનીની અમરનાથ યાત્રા ક્યારે શરૂ થાય એની ચાતક નજરે રાહ જોતા હોય છે. જોકે આ વર્ષે યાત્રા શરૂ થવામાં હજુ બે મહિના જેટલો સમય બાકી છે પરતુ બાબા બર્ફાનીની પ્રથમ તસ્વીર સામે આવી છે. અમરનાથ યાત્રા શરૂ થાય એ પહેલા જ અમે તમને બાબા બર્ફાનીના દર્શન કરાવી રહ્યા છે અને એ પણ ઘરે બેસીને. બાબા બર્ફાનીએ આ વખતે સમય કરતાં પહેલા અવતાર લીધો છે અને અમરનાથ યાત્રા શરૂ થાય એ પહેલા કેટલાક યાત્રીઓ અમરનાથ ગુફા જઇને બાબા બર્ફાનીની પ્રથમ તસ્વીર લીધી છે. નામ ન બતાવવાની શરતે આ શિવ ભક્તે કહ્યું કે, આ વખતે શિવ લિંગનો આકાર ઘણો મોટો છે. 2019ની અમરનાથ યાત્રા 1લી જુલાઇથી શરૂ થનાર છે.
બાબા અમરનાથના આ ફોટો શિવ ભક્તો દ્વારા કેટલાક દિવસો પહેલા જ લેવામાં આવ્યા છે. આ યાત્રીઓનો દાવો છે કે આ તમામ ફોટા બાબા બર્ફાનીની ગુફામાં જઇને લેવામાં આવ્યા છે. સુત્રોના અનુસાર 20 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન 8 લોકોનો એક સમુહ અમરનાથ આવ્યો હતો. આ સમુહે ગુફામાં જઇને ભગવાન શિવના દર્શન કર્યા હતા. આ સમુહે જ આ તમામ ફોટા લીધા છે. સમુહના સભ્યોએ જાણકારી આપતાં કહ્યું કે, મુખ્ય રસ્તાથી ગુફા તરફ જવાના રસ્તે હાલમાં 10થી 15 ફૂટ જેટલો બરફ છે.
આ પણ વાંચો: અમરનાથ યાત્રા અંગે વધુ સમાચાર
તેમણે જણાવ્યું કે, હાલમાં અહીંનું વાતાવરણ ઘણું ઠંડું છે. અહીં નોંધનિય છે કે અમરનાથ યાત્રાની જવાબદારી શ્રાઇન બોર્ડની હોય છે અને એનું સંચાલન પણ આ બોર્ડ દ્વારા જ કરવામાં આવે છે. શ્રાઇન બોર્ડ તરફથી હજુ સુધી કોઇ અધિકારી ગુફા સુધી પહોંચી શક્યા નથી કે બોર્ડ દ્વારા ગુફાનું હવાઇ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું નથી. સુત્રોના જણાવ્યા અનુસાર આ ગ્રુપ પ્રથમ છે કે જે એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુફાના દર્શને આવ્યું હતુ અને તસ્વીર શેયર કરી છે.
દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV