અમરનાથ યાત્રા આજથી શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના
અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓનો પહેલો જત્થો આજે રવાના થઈ ગયો.
જમ્મુ: અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓનો પહેલો જત્થો આજે રવાના થઈ ગયો. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાંથી લગભગ દોઢ લાખ શ્રદ્ધાળુઓએ 46 દિવસ ચાલનારી આ અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
જમ્મુ બેસ કેમ્પથી રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કે કે શર્માએ ઝંડો બતાવીને પહેલા જથ્થાને રવાના કર્યો. સમગ્ર અમરનાથ યાત્રામાં ખુણે ખુણે સુરક્ષાકર્મીઓ તહેનાત છે. આ યાત્રા અનંતનાગ જિલ્લાના 36 કિમી લાંબા પરંપરાગત પહેલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લાના 14 કિલોમીટર લાંબા બાલટાલ માર્ગથી થાય છે. અહીંથી નીકળેલા શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં શ્રીનગર પહોંચશે અને સોમવારે બાબા બર્ફાનીના દર્શન કરી શકશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...