Amarnath Yatra 2023: બરફાની બાબાના દર્શન માટેની પવિત્ર અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે. અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા જ ભક્તો માટે જમ્મુ કશ્મીર સરકારે મહત્વની જાહેરાત કરી છે. જમ્મુ કશ્મીર સરકાર અને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર યાત્રી નિવાસ અને આપતા પ્રબંધન કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે અમરનાથના દર્શન કરવા જતા યાત્રીઓની સુવિધામાં વધારો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કોણ છે શિવરંજની તિવારી જે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા ગંગોત્રી પગપાળા નિકળી


એવો રહસ્યમયી કુવો જે આપે છે મોતની ચેતવણી! અહીં ભોળાનાથની સાથે બિરાજે છે યમરાજ


Viral Video: વિડીયો જોશો તો ભેળપુરી ખાવાનું બંધ કરી દેશો, આ રીતે બને છે મમરા


અમરનાથ યાત્રી નિવાસ 1.87 એકરની જમીનમાં ફેલાયેલું હશે. જેમાં 54 રૂમ 18 ડોરમેટરી અને એક મલ્ટી લેવલ કાર પાર્કિંગ હશે. સાથે જ આ બધા પ્રબંધન કેન્દ્ર બનાવવામાં આવશે. મહત્વનું છે કે અમરનાથ યાત્રામાં યાત્રાળુઓની સંખ્યા વધતી જાય છે તેને લઈને સરકાર તરફથી પણ પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ નિર્ણયો લેવામાં આવે છે. તેવામાં યાત્રી નિવાસ બનવાથી અમરનાથ જતા પ્રવાસીઓને સૌથી વધુ ફાયદો થશે. 


બીજી તરફ યાત્રા શરૂ થાય તે પહેલા 13,000 ફીટની ઊંચાઈ પર અમરનાથ યાત્રાના માર્ગ પરથી બરફ હટાવવાનું કામ અને રસ્તાને પહોળો કરવાનું કામ સતત ચાલી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે યાત્રા શરૂ થયાના 15 દિવસ પહેલા એટલે કે 15 જૂન સુધીમાં યાત્રાના માર્ગને ખોલી દેવામાં આવશે. અમરનાથ યાત્રા માટે પહેલગામ અને બાલટાલ 2 રૂટ ચાલુ રહેશે.


પહલગામમાં ચંદનવાડીથી પવિત્ર ગુફા સુધી 20 કિમી અને બાલટાલથી ગુફા સુધી 14 કિમીનો ટ્રેક હજુ પણ બરફથી ઢંકાયેલો છે. જેને યુદ્ધના ધોરણે હટાવવામાં આવી રહ્યો છે. તંત્ર 15 જૂન સુધીમાં ટ્રેકને ખુલ્લો કરવા સતત કાર્યરત છે. બરફ હટાવવાની સાથે જ યાત્રા માર્ગ પર કોંક્રીટ ટ્રેક અને સીડીઓ બનાવવામાં આવી રહી છે.