નવી દિલ્હીઃ ઘણીવાર આપણે અનોખા લોકો જોવા મળે છે, જે સરળ કામને પણ અલગ રીતે કરી વધુ આનંદ મેળવે છે. એટીએમ પર જ્યારે કોઈ વ્યક્તિ પૈસા ઉપાડવા જાય છે તો પોતાનું કાર્ડ નાખીને તે ધ્યાનમાં રાખે છે કે ક્યાંય તેનો પિન નંબર કોઈ જોઈ ન જાય. એટલું જ નહીં પૈસા કાઢવા સમયે લોકો એલર્ટ રહે છે, પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેને મસ્તીભર્યા અંદાજમાં કામ કરવું પસંદ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ATM ની સામે ડાન્સ કરવા લાગી યુવતી
આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરા (IPS Deepanshu Kabra) એ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આવો એક વીડિયો શેર કર્યો છે, જેને જોયા બાદ તમે પણ તમારૂ હસવુ રોકી શકશો નહીં. એક યુવતી પૈસા કાઢવા માટે એટીએમની અંદર પ્રવેશ કરે છે અને તે પૈસા ઉપાડવાની સાથે ડાન્સ શરૂ કરી દે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે યુવતી મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. 


આ પણ વાંચોઃ કોવિશીલ્ડની રસી લીધા બાદ રક્તસ્ત્રાવ અને લોહી ગંઠાઈ જવાના આટલા કેસ આવ્યા સામેઃ પેનલ  


વીડિયો જોઈ ચોંકી ગયા લોકો
દીપાંશુ કાબરાએ ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો 16 મેએ શેર કર્યો હતો. અત્યાર સુધી આ વીડિયોને 15 લાખ લોકો જોઈ ચુક્યા છે. વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યાં છે. લોકોને આ વીડિયો રસપ્રદ લાગી રહ્યો છે. લોકો કોમેન્ટ કરી પોતાનો મત આપી રહ્યાં છે.
 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube