નવી દિલ્હીઃ પરિવહન મંત્રાલયે નવા નિયમ (New Notification) જાહેર કર્યાં છે, જે પ્રમાણે રાજ્યોની એજન્સીઓને ટ્રાફિક નિયમોના ભંગ સંબંધિત ગુનાઓના 15 દિવસની અંદર ગુનેગારને નોટિસ મોકલવી પડશે. સાથે ચલણના ઉકેલ સુધી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રાખવો પડશે. એટલે કે ટ્રાફિક નિયમ તોડવા પર હવે પોલીસકર્મી માત્ર ફોટો પાડીને તમારી પાસે ચલણ મોકલી શકશે નહીં. હવે ચલણ કરવા માટે તેને ઇલેક્ટ્રોનિક રેકોર્ડની જરૂર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MoRTH એ ટ્વીટ કરી આપી જાણકારી
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય  (MoRTH) એ ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ અને સડક સુરક્ષાના પ્રવર્તન માટે સંશોધિત મોટર વાહન અધિનિ.મ 1989 (Amended Motor Vehicles Act 1989) હેઠળ એક નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમાં ચલણ જારી કરવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરવાની વાત કહી છે. મંત્રાલયે ટ્વીટ કરતા કહ્યું- 'ગુનાની જાણ ઘટનાના 15 દિવસની અંદર મોકલવામાં આવશે અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ દ્વારા એકત્રિત ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ચલણના સમાધાન સુધી સંગ્રહિત થવું જોઈએ.'


COVID-19 Vaccine: બાળકો માટે સપ્ટેમ્બરમાં આવી શકે છે કોરોના વેક્સિન


ચલણ માટે રેકોર્ડિંગ ફરજિયાત ક્યારે?
1. ઓવરસ્પીડિંગ
2. ખોટી જગ્યાએ કાર પાર્કિંગ
3. ડ્રાઈવર દ્વારા નિયમોનું ઉલ્લંઘન અથવા પાછળની સીટ પર સવાર
4. ટુ વ્હીલર પર હેલ્મેટ ન પહેરવું
5. રેડલાઇટ જમ્પિંગ
6. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ
7. ઓવરલોડિંગ
8. સીટ બેલ્ટ ન પહેરવો
9. માલ વાહનમાં મુસાફરને લઈ જવું
10. નંબર પ્લેટ ખામીયુક્ત અથવા છુપાયેલી
11. ગાડીમાં વધુ ઉંચાઈ સુધી માલ ભરવો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube