નવી દિલ્હી : મોદી સરકારે ત્રિપલ તલાક બિલના સંશોધન બિલને મંજુરી આપી દીધી છે. આ ગુનાને સંશોધન બાદ પણ બિનજામીનપાત્ર રાખવામાં આવ્યો છે. જો કે હવે મેજિસ્ટ્રેટને એવો અધિકાર છે કે તે યોગ્ય સમજે તો આરોપીને જામીન આપી શકે છે. આ ઉપરાંત, પત્ની તથા તેના લોહીના સંબંધ હોય તેવી વ્યક્તિઓને ફરિયાદ દાખલ કરાવવાનો અધિકાર હશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ એનસીપી નેતા માજિદ મેનને કહ્યું કે, જો ટ્રિપલ તલાકને જામીનપાત્ર ગુનો બનાવવામાં આવે તો તેનાંથી રાહત મળી શકે છે. પરંતુ જો આરોપી પતિને જ જેલ ભેગો કરી દેવામાં આવે તો તેની પત્ની અને અન્ય પરિવારનું શું થશે ? તેનુ જીવન નિર્વાહ કઇ રીતે ચાલશે. ત્રિપલ તલાક બિલમાં વધારે પરિવર્તનની જરૂર છે. રાજ્યસભામાં આ બિલ આવે ત્યારે તેણે પોતાનું પક્ષ રજુ કરવાની વાત પણ કરી હતી. 

ત્રિપલ તલાકના સંશોધન અમેન્ડમેન્ટને સરકારની મંજુરી મળ્યા અગાઉ સીનિયર વકીલ અને રાજ્યસભા સાંસદ કેટીએસ તુલીએ જણાવ્યું હતું કે, ત્રિપલ તલાક બિનજામીનપાત્ર ગુનો હોવો જોઇએ. હું તેની વિરુદ્ધ છું. પર્સનલ લોમાં પનીશમેન્ટની જોગવાઇ ન હોવી જોઇએ. તેવું થાય તો દુરૂપયોગની શક્યતાઓ વધી જાય છે.