Lifestyle Chronic Diseases: ભારત પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ, કોરોના બાદ આવશે આ ગંભીર બીમારીની `સુનામી`, ડરામણો રિપોર્ટ
આંતરરાષ્ટ્રીય એજન્સીઓના અનુમાન મુજબ ડેમોગ્રાફિક ચેન્જના કારણે 2040માં દુનિયાભરમાં કેન્સર રોગીઓની સંખ્યા 2.84 કરોડ થવાની આશંકા છે. જે 2020ની સરખામણીમાં 47 ટકા વધુ હશે. આ સંખ્યા વૈશ્વિકરણ અને વધતી અર્થવ્યવસ્થા સંલગ્ન જોખમી કારકોમાં વૃદ્ધિથી વધી શકે છે. વર્ષ 2020માં દુનિયાભરમાં અંદાજિત કેન્સરના 1.93 કરોડ નવા કેસ સામે આવ્યા અને લગભગ એક કરોડ લોકોના મોત કેન્સરથી થયા.
અમેરિકાના એક જાણીતા કેન્સર રોગ વિશેષજ્ઞએ અલર્ટ કરતા કહ્યું છે કે વૈશ્વિકરણ, વધતી અર્થવ્યવસ્થા, વસ્તી, અને બદલાતી જીવનશૈલીના કારણે ભારતે કેન્સર જેવી ગંભીર બીમારીઓની 'સુનામી'નો સામનો કરવો પડશે. તેને પ્રભાવી રીતે પહોંચી વળવા માટે તેમણે ટેક્નોલોજી આધારિત ચિકિત્સા ટેક્નિકના ઉપયોગ પર ભાર મૂક્યો છે. અમેરિકાના ઓહાયોમાં ક્લીવલેન્ડ ક્લિનિકના હેમેટોલોજી અને મેડિકલ ઓન્કોલોજી વિભાગના અધ્યક્ષ ડો. જેમ અબ્રાહમે કહ્યું કે કેન્સરની રોકથામ અને ઉપચાર માટે રસી, એઆઈ અને ડેટા ડિજિટલ ટેક્નિકનો વિસ્તાર અને લિક્વિડ બાયોપ્સીથી નિદાન તે 6 ટ્રેન્ડમાં સામેલ છે જે આ સદીમાં કેન્સરના ઉપચારને નવું સ્વરૂપ આપશે.
મનોરમ યર બુક 2023ના એક આર્ટિકલમાં ડો.અબ્રાહમે કહ્યું છે કે અન્ય ત્રણ ટ્રેન્ડ જીનોમિક પ્રોફાઈલિંગ, જીન એડિટિંગ ટેક્નોલોજીના વિકાસ અને આગામી પેઢીના ઈમ્યુનોથેરેપી તથા સીએઆર ટી સેલ થેરેપીનો ઉપયોગ છે. તેમણે કહ્યું કે ડિજિટલ ટેક્નિક, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલીહેલ્થથી દર્દીઓ અને વિશેષજ્ઞો વચ્ચેની ખાઈ ઓછી થશે. આ સંભવિત રીતે આપણા દેશના આંતરિયાળ ભાગોમાં વિશેષજ્ઞોની દેખભાળની ઉપલબ્ધતામાં વધારો કરશે. જેમાં ગ્રામીણ વિસ્તારો પણ સામેલ છે જ્યાં આપણી મોટાભાગની વસ્તી રહે છે.
ભાજપ બદલાશે કે વિસ્તરણ જરૂરી છે? મુસ્લિમોની વાત કરવા પાછળનો શું છે હેતુ?
વિધાનસભામાં AAP વિધાયકે દેખાડ્યા નોટોના બંડલ, આપ્યું એવું નિવેદન...બધા હલી ગયા
Viral Video: અનમ અલીએ ગાયું એવું રેપ સોંગ, નેટીઝન્સે માથા પછાડી કહ્યું- આના કરતા...
ભારત સામે પડકાર
ડો. જેમ અબ્રાહમે કહ્યું કે જ્યારે આ ટેક્નિક્સ કેન્સરની દેખભાળમાં ક્રાંતિકારી ફેરફારો લાવશે તો આપણે તેને લાખો લોકો માટે કેવી રીતે સસ્તી અને સુલભ બનાવીએ એ ભારતની સામે સૌથી મોટો પડકાર છે. કેન્સર રોગ વિશેષજ્ઞએ ચેતવતા કહ્યું કે વૈશ્વિકરણ, વધતી અર્થવ્યવસ્થા, વસ્તી અને બદલાતી જીવનશૈલીના કારણે ભારત કેન્સર જેવી ગંભીર બીમારીઓની સુનામીનો સામનો કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય એજન્સીઓના અનુમાન મુજબ ડેમોગ્રાફિક ચેન્જના કારણે 2040માં દુનિયાભરમાં કેન્સર રોગીઓની સંખ્યા 2.84 કરોડ થવાની આશંકા છે. જે 2020ની સરખામણીમાં 47 ટકા વધુ હશે. આ સંખ્યા વૈશ્વિકરણ અને વધતી અર્થવ્યવસ્થા સંલગ્ન જોખમી કારકોમાં વૃદ્ધિથી વધી શકે છે. વર્ષ 2020માં દુનિયાભરમાં અંદાજિત કેન્સરના 1.93 કરોડ નવા કેસ સામે આવ્યા અને લગભગ એક કરોડ લોકોના મોત કેન્સરથી થયા.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube