નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રેદેશના અમેઠીથી લોકસભા ચૂંટણી 2019 લડી રહ્યાં છે. તેમણે આ માટે જે ઉમેદવારી પત્રક ભર્યું હતું તેની તપાસ રિટર્નિંગ ઓફિસરે 22 એપ્રિલ  સુધી ટાળી છે. ત્યારબાદ ભાજપે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ મમતા બેનરજી પર સાધ્યું નિશાન, કહ્યું- 'મતદાનના રિપોર્ટે દીદીની ઊંઘ ઉડાવી દીધી'


ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધી પાસે તેમની નાગરિકતા અંગે જવાબ માંગ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જણાવે કે તેઓ બ્રિટિશ નાગરિક છે કે નહીં? તેમણે આરોપ લગાવ્યો કે એક કંપનીમાં રાહુલની નાગરિકતા બ્રિટિશ નોંધાયેલી છે. 


શાં માટે પીએમ મોદી માટે આપ્યું હતું વિવાદિત નિવેદન? CM કુમારસ્વામીએ કરી સ્પષ્ટતા


તેમણે કહ્યું કે રાહુલ ગાંધીજીની નાગરિકતાને લઈને પહેલો સવાલ એ છે કે શું રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં? કારણ કે તેમના 2004ના ડેક્લેરેશનમાં રાહુલે કહ્યું હતું કે તેમણે બેક ઓપ્સ કંપનીમાં રોકાણ કર્યું હતું અને 2005માં બ્રિટનની સામે જે ડોક્યુમેન્ટ અપાયા હતાં, તેમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક દર્શાવવામાં આવ્યાં હતાં. નરસિંહાનું કહેવું છે કે જો તેઓ બ્રિટિશ નાગરિક હોય તો દેશના નિયમ મુજબ રાહુલની ભારતીય નાગરિકતા ખતમ થઈ જાય છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...