લોકસભા ચૂંટણી પરિણામ 2019: અમેઠી-કોંગ્રેસની પરંપરાગત સીટમાં સ્મૃતિએ પાડ્યું `ગાબડું`!
અમેઠી કોંગ્રેસની પરંપરાગત સીટ કહેવાય છે અને રાહુલ ગાંધી અહીં 2004થી સતત જીતતા આવ્યા છે, 2014ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિએ રાહુલ ગાંધીને આકરી ટક્કર આપી હતી અને અહીં હારવા છતાં પણ 3 લાખ કરતાં વધુ વોટ મેળવ્યા હતા
ઝી ડિજિટલ ડેસ્ટક/ અમદાવાદઃ ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક પર બપોરે 2.15 સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપના સ્મૃતિ ઈરાની કોંગ્રેસના રાહુલ ગાંધી કરતાં 9000 વોટથી આગળ ચાલી રહ્યા છે. આ લીડ જોતાં એવું લાગે છે કે, સ્મૃતિ ઈરાની આ બેઠક પર જીતી જશે. સ્મૃતિ ઈરાનીને અત્યાર સુધી 1,04,498 વોટ મળ્યા છે, જેની સામે કોંગ્રેસના રાહુલ ગાંધીને 94,732 વોટ મળ્યા છે. સ્મૃતિ ઈરાનીને 49.14 ટકા વોટ મળ્યા છે, જ્યારે રાહુલ ગાંધીને 44.28 ટકા વોટ મળ્યા છે.
બપોરે 2.15 કલાક સુધીનો ટ્રેન્ડ નીચે મુજબ છે.
[[{"fid":"216647","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
અમેઠી કોંગ્રેસની પરંપરાગત સીટ કહેવાય છે અને રાહુલ ગાંધી અહીં 2004થી સતત જીતતા આવ્યા છે, 2014ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિએ રાહુલ ગાંધીને આકરી ટક્કર આપી હતી અને અહીં હારવા છતાં પણ 3 લાખ કરતાં વધુ વોટ મેળવ્યા હતા.