નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેતા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી આવતા મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટિંગની જાહેરાત કરી છે. ગુરુવારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા 24 ડિસેમ્બરથી શરૂ થશે. શરૂઆતમાં માત્ર 2 ટકા મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવશે. જેમાં અલગ-અલગ દેશોના મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે દરેક ફ્લાઇટમાં આવનારા મુસાફરોમાંથી 2 ટકા મુસાફરોનું એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે. કયા મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવશે, તે સંબંધિત એરલાઇન્સ દ્વારા નક્કી કરવામાં આવશે.


આ પણ વાંચોઃ જો તમારા શરીરમાં આ 5 લક્ષણ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરો, IMAએ આપી ચેતવણી


ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા દેશોમાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશમાં કોરોનાની નવીનતમ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા મોટા નેતાઓ આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube