મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકારની રચનાના સંકટ વચ્ચે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને મળવા દિલ્હી જઈ રહ્યાં છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ વિશે માહિતી આપશે. સાથે આવનારા દિવસોમાં શું નિર્ણય લેવામાં આવે તેના પર વિચાર-વિમર્શન કરશે. બીજીતરફ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આવનારા સમયમાં બધાને ખ્યાલ આવશે કે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા તેના 10 દિવસ પસાર થઈ ગયા છે પરંતુ સરકાર બનવાને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. 24 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. અત્યાર સુધી તે નક્કી થયું નથી કે મહારાષ્ટ્રમાં શું શિવસેના ભાજપની સરકાર બનાવવા માટે સાથ નિભાવશે? શું સરકાર બનાવવા માટે શિવસેના કોંગ્રેસ અને એનસીપીનો સાથ લેશે? તેના પર શિવસેનાનું કહેવું છે કે પીડીપી અને તેલુગૂ દેશમ પાર્ટીથી વિપરીત વિચારધારા હોવા છતાં ભાજપે તેની સાથે સરકાર બનાવી હતી. સાથે શિવસેના તે પણ કહે છે કે સમાન વિચારધારા રાજનીતિમાં શું હોય છે? તે આવનારો સમય બતાવશે. 


શિવસેનાએ હવે તે સ્પષ્ટ કર્યું કે તે ઝડપથી વેટ એન્ડ વોચની ભૂમિકા છોડી દેશે. શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો કે મહારાષ્ટ્રની જનતાની સામે તેની પાર્ટીના સીએમ શપથ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સંપર્કમાં છે. પરંતુ એનસીપી નેતા અજીત પવારે સંજય રાઉત સાથે કોઈ વાતચીત થયાનો ઇનકાર કર્યો છે પરંતુ તેમની પાર્ટીના નેતાએ કહ્યું કે, જો શિવસેના કહે છે કે તેનો મુખ્યમંત્રી બનશે તો તે શક્ય છે. 

દિલ્હી પ્રદૂષણઃ કેન્દ્રએ બોલાવી હાઈ લેવલ બેઠક, 5 નવેમ્બર સુધી તમામ શાળાઓ બંધ


સીએમ પદ માટે શિવસેના ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. સંજય રાઉતે કહ્યું કે, યેદિયુરપ્પા ફોર્મેટની રાજનીતિ મહારાષ્ટ્રમાં ચાલશે નહીં.