કમલનાથે કહ્યું-`MPના રાજકારણમાં છે કોરોના વાઈરસ`, ભાજપ પર લગાવ્યાં ગંભીર આરોપ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શુક્રવારે સવારે રાજભવન ખાતે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ 3 પાનાનું ફરિયાદ પત્ર સોંપ્યું. પોતાના આ પત્રમાં મુખ્યમંત્રી કમલનાથે ભાજપ પર હોર્સ ટ્રેડિંગની કોશિશ કરવાના અને 22 ધારાસભ્યોને બંધક રાખવાના આરોપ લગાવ્યાં છે. કમલનાથે રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે હસ્તક્ષેપ કરીને ધારાસભ્યોને ભાજપના કબ્જામાંથી મુક્ત કરાવવાની માગણી કરી છે.
ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શુક્રવારે સવારે રાજભવન ખાતે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ 3 પાનાનું ફરિયાદ પત્ર સોંપ્યું. પોતાના આ પત્રમાં મુખ્યમંત્રી કમલનાથે ભાજપ પર હોર્સ ટ્રેડિંગની કોશિશ કરવાના અને 22 ધારાસભ્યોને બંધક રાખવાના આરોપ લગાવ્યાં છે. કમલનાથે રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે હસ્તક્ષેપ કરીને ધારાસભ્યોને ભાજપના કબ્જામાંથી મુક્ત કરાવવાની માગણી કરી છે.
BJPમાં જોડાતાની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયા મૂકાયા મુશ્કેલીમાં!, જાણો શું છે મામલો
રાજ્યપાલ પાસે કરી ધારાસભ્યોને મુક્ત કરાવવાની માગણી
રાજભવનથી નીકળતી વખતે મુખ્યમંત્રી કમલનાથે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે મેં રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને તેમને હોળીની શુભેચ્છાઓ આપી. તેમણે કહ્યું કે મે રાજ્યપાલને બેંગ્લુરુમાં બંધક બનાવીને રાખવામાં આવેલા ધારાસભ્યોને છોડાવવાની અપીલ કરી. ફ્લોર ટેસ્ટના સવાલ પર તેમણે કહ્યું કે 22 વિધાયકોને બંધક બનાવીને રાખો ત્યારે ફ્લોર ટેસ્ટની વાત કરી શકો નહીં. જો વાતમાં સચ્ચાઈ હોય તો આ 22 ધારાસભ્યોને મીડિયા સામે લાવો. ફ્લોર ટેસ્ટ તો રાજ્યપાલના ભાષણ પર થશે, બજેટ પર થશે, એ તો થશે.
જુઓ LIVE TV
મધ્ય પ્રદેશના રાજકારણમાં છે કોરોના વાઈરસ
પત્રકારોએ સવાલ કર્યો કે શું બેંગ્લુરુમાં રોકાયેલા 19 ધારાસભ્યોમાં એવા પણ કેટલાક છે જે તમારી સાથે આવવા માંગે છે? જેના પર કમલનાથે કહ્યું કે હું નથી જાણતો કે કોણ આવવા માંગે છે અને કોણ જવા માંગે છે. મધ્ય પ્રદેશમાં કોરોના વાઈરસના સવાલ પર તેમણે કહ્યું કે જુઓ કોરોના વાઈરસ તો પહેલેથી અહીંના રાજકારણમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube