કર્ણાટક પણ કબ્જે કરશે ભાજપ? કિલ્લો બચાવવા કોંગ્રેસે મોકલ્યા બે યોદ્ધા
લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ અનેક રાજ્યોમાં પોતાની સરકાર બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે, મધ્યપ્રદે્શમાં પણ સ્થિતી ડામાડોળ છે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા પ્રચંડ જનાદેશ બાદ કોંગ્રસની અંદર ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બીજી તરફ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાનાં મુડમાં છે તો બીજી તરફ રાજ્યોમાંવરિષ્ઠ નેતાઓની જવાબદારી નિશ્ચિત કરવાની માંગ થઇ રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં રાજકીય હલચલ વચ્ચે કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર)ની સાથે ચાલી રહેલી કોંગ્રેસની ગઠબંધન સરકાર પર હવે સંકટ આવી પડ્યું છે. બંન્ને સહયોગી દળ વચ્ચે તિરાડ પડી હોવાનાં સમાચારો વચ્ચે પોતાનાં કિલ્લાને બચાવવા માટે દિલ્હીથી કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને રાજ્યનાં પ્રભારી કેસી વેણુગોપાલને બેંગ્લુરુ મોકલયા છે. આ તરફ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ રાજ્યમાં ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે.
મધ્યપ્રદેશ: ભાજપનાં ધારાસભ્યો સાંસદ બન્યા, તેમાં કોંગ્રેસને ફાયદો થયો !
રાજ્યમાં ફરી ચૂંટણી યોજાય તેવી યેદિયુરપ્પાની યોજના
ભાજપનાં કર્ણાટક એકમનાં અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ મંગળવારે કહ્યું કે, સારુ રહેશે કે રાજ્યમાં સત્તાપક્ષ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન વિધાનસભાનો ભંગ કરે અને નવેસરથી ચૂંટણી થાય. યેદિયુરપ્પાએ કહ્યું કે, રાજ્યની 28 લોકસભા સીટોમાંથી 25 પર અમે જીત પ્રાપ્ત કરી છે અને 224 વિધાનસભાઓમાંથી 177 પર અમે નંબર 1 પર છીએ. તેમણે કહ્યું કે તેવામાં વિધાનસભા ભંગ કરીને નવેસરથી ચૂંટણી કરાવવી જોઇએ. અમે તેનું સ્વાગત કરીશું.
હિંદુ મહાસગાની માંગ ભારતીય કરન્સીમાં સાવરકરની તસ્વીર છાપવામાં આવે
'રામ રામ'નો જવાન નહી આપનાર વિદેશી નાગરિક પર ચાકુથી હુમલો
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીની અંદરથી વિરોધના સુર ઉઠવા લાગ્યા છે. પાર્ટીની અંદર વધી રહેલા અસંતોષ વચ્ચે ગઠબંધન નેતાઓને ડર છે કે લોકસભા ચૂંટણીમનાં પરિણામોથી ઉત્સાહીત ભાજપનાં કેટલાક ધારાસભ્યો ખરીદી શકે છે. ગત્ત રવિવારે જ પાર્ટીનાં બે ધારાસભ્યોએ કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં નેતા એસએમ કૃષ્ણાનાં બેંગ્લુરુ ખાતેનાં ઘર ખાતે તેમની સાથે મુલાકાત યોજી હતી.