LAC પાસે સેના, વાયુસેનાને હાઇ લેવલની સતર્કતા વર્તવાના નિર્દેશ: સૂત્ર
આર્મી પ્રમુખ જનરલ એમએમ નરવણે પહેલાં જ એલએસી સાથે બોર્ડર સ્ટ્રક્ચર્સના સંચાલન પર નજર રાખી રહેલા સેના વરિષ્ઠ કમાંડરોને નિર્દેશ આપી ચૂક્યા ચે છે કે ઉચ્ચ સ્તરની સતર્કતા વર્તે ચીનના કોઇપણ `દુસ્સાહસ`નો સામનો કરવા માટે આક્રમક વલણ અપનાવે.
નવી દિલ્હી: ભારતીય સેના અને વાયુસેના લદ્દાખ, ઉત્તરી સિક્કિમ, ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશમાં એલએસી સાથે તમામ ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરીય પરિચાલન તત્પરતા બનાવી રાખશે. સાથે જ જ્યાં સુધી ચીન સાથે સીમા ગતિરોધને લઇને 'સંતોષજનક' સમાધાન સામે આવતું નથી, ત્યાં સુધી ઉચ્ચ સ્તરીય સતર્કતા વર્તવામાં આવશે. સૂત્રોએ આ વાત કહી.
તેમણે જણાવ્યું કે આર્મી પ્રમુખ જનરલ એમએમ નરવણે પહેલાં જ એલએસી સાથે બોર્ડર સ્ટ્રક્ચર્સના સંચાલન પર નજર રાખી રહેલા સેના વરિષ્ઠ કમાંડરોને નિર્દેશ આપી ચૂક્યા ચે છે કે ઉચ્ચ સ્તરની સતર્કતા વર્તે ચીનના કોઇપણ 'દુસ્સાહસ'નો સામનો કરવા માટે આક્રમક વલણ અપનાવે. ગતિરોધને ધ્યાનમાં રાખતામં ત્રણ સપ્તાહમાં સેના પ્રમુખએ 3,500 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખાની દેખરેખ કરનાર વરિષ્ઠ કમાંડરો સાથે લાંબી અને વિસ્તૃત ચર્ચાઓ કરી છે.
ચીનની પીપુલ્સ લિબ્રેશન આર્મી (પીએલએ) દ્વારા પૈંગોસ સો, દેપ્સાંગ અને ગોગરા સહિત પૂર્વી લદ્દાખના ઘણા ગતિરોધવાળા બિંદુઓને સંપૂર્ણરીતે પોતાના સૈનિકો દૂર કરવામાંન આનાકાની કરવાને ધ્યાનમાં રાખતાં સર્તકતા વર્તવના તાજા નિર્દેશ આપ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ભારતે ચીનને પહેલાં જ સૂચિત કર્યું છે કે ગતિરોધ ખતમ કરવા માટે પૂર્વી લદ્દાખના તમામ ક્ષેત્રઓમાં યથાસ્થિતિ બહાલ કરવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી. નરવણે ગુરૂવારે તેજપુર સ્થિત ચોથી કોરના મુખ્યાલયમાં પૂર્વી કમાનના વરિષ્ઠ કમાંડરો સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
તો બીજી તરફ વાયુસેના ઉપ પ્રમુખ એર માર્શલ એચએસ અરોડાએ શુક્રવારે લદ્દાખમાં વાયુસેનાના ઘણા અડ્ડાઓની મુલાકાત કરી અને સેનાની પરિચાલન તૈયારીઓનું નિરિક્ષણ કર્યું. ગલવાન ઘાટીમાં થયેલી હિંસા બાદ વાયુસેના અગ્રિમ પંક્તિના પોતાના લગભગ તમામ લડાકૂ વિમાનોને પૂર્વી લદ્દાખ તથા એલએસી સીમા ક્ષેત્રોમાં તૈનાત કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube