નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે દહેરાદૂનમાં ત્રિશક્તિ સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે દેશભરના મોટાભાગના પક્ષોમાં પક્ષ અધ્યક્ષ અને વડાપ્રધાન વંશવાદની પરંપરા મુજબ નક્કી થાય છે. પરંતુ ભાજપ એક ગરીબ વ્યક્તિને દેશના વડાપ્રધાન બનાવે છે. આ અમારી પાર્ટીની વિશેષતા છે. તેમણે કહ્યું કે દેશના વિકાસ અને સુરક્ષા માટે મોદીજી એકવાર ફરીથી વડાપ્રધાન બને તે ખુબ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખિલેશ અને માયાવતી ઉપર સાધ્યુ નિશાન
અમિત શાહે યુપીમાં બસપા પ્રમુખ માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ વચ્ચે લોકસભા ચૂંટણી માટે થયેલા ગઠબંધનને આડે હાથ લીધુ. તેમણે કહ્યું કે ગઠબંધન માટે યુપીની પણ ચર્ચા થાય છે. ક્યારેય એકબીજાનું મોઢું ન જોનારા, નમસ્તે ન કરનારા ફોઈ-ભત્રીજા એક મંચ પર આવી ગયાં. તેઓ એક થઈ ગયાં. આ જ વસ્તુ જણાવે છે કે અમે કેટલા શક્તિશાળી છીએ. અમારા કારણે તેમણે એક થવું પડ્યું. 


ભીડ જોઈને PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું-'દીદી હિંસા ઉપર કેમ ઉતરી પડ્યા તે હવે ખબર પડે છે


અમિત શાહે સંમેલનમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકરોના આધાર પર ચૂંટણી જીતે છે, ભાજપના કાર્યકર્તા મુશ્કેલથી મુશ્કેલ ચૂંટણીને પણ પ્રચંડ વિજયમાં ફેરવવાની તાકાત ધરાવે છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીજીની સરકાર અને ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર રાવતની સરકાર છે. આ બંને સરકારોએ ફાસ્ટ ટ્રેક પર ઉત્તરાખંડના વિકાસને આગળ વધારવાનું કામ કર્યું છે. શાહે કહ્યું કે વિપક્ષ ફક્ત મોદી હટાવોની વાત કરે છે. જેટલું નામ તેઓ મોદીજીનું લે છે, એટલું જો નારાયણનું લે તો તેમનુ કલ્યાણ થઈ જાય. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...