બિજનોર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલીવાર લોકસભા સીટથી ચૂંટણી લડવાની જાહેરાત અંગે ભાજપ ચીફ અમિત શાહે વ્યંગ કર્યો છે. શાહે યુપીના ધામપુરમાં એક રેલીમાં કહ્યું કે, રાહુલ ગાંધી અમેઠીમાં હારના ડરના કારણે કેરળના વાયનાડ ભાગી રહ્યા છે. જેથી ધ્રુવીકરણ દ્વારા જીપ પ્રાપ્ત કરી શકે. શાહે હિંદુ આતંકવાદ મુદ્દે કોંગ્રેસ પાર્ટીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, વિપક્ષનાં લોકો તૃષ્ટીકરણની રાજનીતિ કરવાથી બહાર નથી આવ્યા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજી થોડા દિવસો પહેલા પંચકુલાની એક કોર્ટે 2007માં સમજોતા એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટ પર નિર્ણય લીધો. તે સમયની કોંગ્રેસ સરકારે કહ્યું હતું કે સમજોતા એક્સપ્રેસ વિસ્ફોટ હિન્દુ આતંકવાદનો નમુનો છે. કોંગ્રેસ સમગ્ર વિશ્વમાં બંધુત્વનો ભાવ વધારનારા હિંદુ સમુદાયને આતંકવાદની સાથે જોડીને બદનામ કરવામાં આવી રહ્યા છે. શાહે સવાલ કર્યો કે હિન્દુ ક્યારેય આતંકવાદી હોઇ શકે છે ?તેમણે કહ્યું કે, કદાચ રાહુલ ગાંધીને નથી ખબર કે અમે તો કીડીઓને પણ લોટ ખવડાવનારા લોકો છીએ, લોકોને કઇ રીતે મારીશું. 

આતંકવાદને ધર્મ સાથે જોડવાનું કામ કોંગ્રેસે કર્યું છે. પોતાની વોટબેંકની રાજનીતિ માટે સમગ્ર વિશ્વમાં ગૌરવશાળી હિન્દુ સમુદાયને બદનામ કરવાનું પામ કોંગ્રેસે કર્યું છે. શાહે કહ્યું કે, તે સમયના ગૃહમંત્રી પી.ચિદમ્બરમ, સુશીલ કુમાર શિંદે અને રાહુલ ગાંધી સ્વયં અમેરિકી રાજદુતને કહ્યું હતું કે, લશ્કર એ તોયબાથી નહી પરંતુ હિંદુ આતંકવાદથી ખતરો છે. હિંદુઓને બદનામ કરવા માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ દેશની માફી માંગવી જોઇએ. જો કે સત્ય તમે છુપાવી શકો તેમ નથી. સુર્યને ગમે તેટલા વાદળો ઢાંકે પરંતુ સત્યનો સુરજ હંમેશા તેજસ્વી થઇને ચમકશે. કોર્ટનાં જજમેન્ટે સાબિત કરી દીધું કે સ્વામી અસીમાનંદ અને બાકીના લોકો નિર્દોષ છે.