અમદાવાદ :અયોધ્યા વિવાદ (ayodhya verdict) પર સુપ્રિમ કોર્ટે (supreme court) પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રિમ કોર્ટે વિવાદિત જગ્યાને રામ જન્મસ્થળ બતાવ્યું છે. સાથે જ કોર્ટે કહ્યું કે, સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અન્ય સ્થળે વૈકલ્પિક જમીન આપવામાં આવે. આ વચ્ચે કોંગ્રેસે પણ જજમેન્ટનું સ્વાગત કર્યું હતું. ત્યારે ચુકાદા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) શું કહ્યું તે જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રભુ શ્રીરામને એક બહેન પણ હતી, રામાયણના આ 5 રહસ્યોથી તમે પણ અજાણ હશો


પીએમ મોદીનું રિએક્શન...
જજમેન્ટ બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, દેશના સર્વોચ્ચ ન્યાયાલયે અયોધ્યા પર પોતાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણયને કોઈની હાર કે જીતના રૂપમાં ન જોવું જોઈએ. રામભક્તિ હોય કે રહીમ ભક્તિ, આ સમય આપણા તમામ માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે. દેશવાસીઓને મારી અપીલ છે કે, શાંતિ, સદભાવ અને એકતા બનાવી રાખે. સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય અનેક કારણોથી મહત્વનો છે. તે બતાવે છે કે, કોઈ વિવાદને દૂર કરવામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેટલું જરૂરી છે. દરેક પક્ષને પોતપોતાની દલીલ રાખવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવી. ન્યાયના મંદિરમાં દાયકોઓ જૂના મામલાને સૌહાર્દપૂર્ણ રીતથી સમાધાન કરાયું. આ નિર્ણય કાયદાકીય પ્રક્રિયાઓમાં જન સામાન્યના વિશ્વાસને વધુ મજબૂત કરશે. 


અયોધ્યામાં રામમંદિરના પુરાવા આખરે સાબિત થયા, 10 પોઈન્ટ્સમાં જાણો આખો ચુકાદો


અમિત શાહે શું કહ્યું....
બીજેપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, સુપ્રિમ કોર્ટમાં દાયકાઓથી ચાલતા રામ જન્મભૂમિના વિવાદને આજે અંતિમ રૂપ મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ પર સર્વસંમતિથી આવેલ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયનું હું સ્વાગત કરું છું. હું તમામ સમુદાય અને ધર્મના લોકોને અપીલ કરું છું કે, આપણે આ નિર્ણયને સહજતાથી સ્વીકારીને શાંતિ અને સૌહાર્દપૂર્ણ એક ભારત, શ્રેષ્ઠ ભારતના આપણા સંકલ્પ માટે કટિબદ્ધ રહીએ. 


Ayodhya Verdict LIVE: જજમેન્ટમાં પુરાતત્વ વિભાગે રામમંદિરના આપ્યા મોટા પુરાવા, જુઓ શું છે


અમિત શાહે એમ પણ કહ્યું કે, મને પૂર્ણ વિશ્વાસ છે કે સર્વોચ્ચ ન્યાયાલ દ્વારા આપવામાં આવેલ આ ઐતિહાસિક નિર્ણય મીલનો પત્થર સાબિત થશે. આ નિર્ણય ભારતની એકતા, અખંડતા અને મહાન સંસ્કૃતિની તરફ બળ પ્રદાન કરશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube