નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદ તરીકે ચૂંટાયેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને નેતા રવિશંકર પ્રસાદે રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપ્યું છે. ગુરૂવારને 30મીએ નવી સરકારનો શપથવિધિ સમારોહ યોજાનાર છે જેમાં આ બંને નેતાઓને મંત્રી મંડળમાં મહત્વનું સ્થાન મળે એવી પ્રબળ સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અમિત શાહ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી વિજેતા બન્યા છે જ્યારે રવિશંકર પ્રસાદ પટના સાહિબ બેઠક પરથી વિજેતા બન્યા છે. લોકસભામાં વિજેતા બનતાં આ બંને નેતાઓએ રાજ્યસભાના સાંસદ તરીકે પોતાના રાજીનામા આપ્યા છે. 


ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને કહેવાય છે કે નવી સરકારમાં કોને સ્થાન આપવું એ અંગે તખ્તો પણ ઘડાયો હતો. મોદી સરકારનું નવું મંત્રીમંડળ ગુરૂવારે શપથવિધિ સમારોહ યોજાશે.