અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડે હાથ, કહ્યું-`રામનું નામ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લઈશું`
ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યમાં લોકોને `જય શ્રી રામ`ના નારા લગાવવા દેતા નથી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો `રામ`નું નામ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લેવાશે. એક ચૂંટણી સભાને અહીં સંબોધતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાલમાં ચૂંટણી રાજ્યમાં લોકતંત્રને બહાલ કરવા માટે છે.
ઘાટાલ: ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યમાં લોકોને 'જય શ્રી રામ'ના નારા લગાવવા દેતા નથી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો 'રામ'નું નામ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લેવાશે. એક ચૂંટણી સભાને અહીં સંબોધતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાલમાં ચૂંટણી રાજ્યમાં લોકતંત્રને બહાલ કરવા માટે છે.
42માંથી 23 બેઠકો જીતવાનો દાવો
ભાજપ અહીં 42માંથી 23થી વધુ બેઠકો જીતશે. શાહે કહ્યું કે, "ભગવાન રામ એ ભારતીય સંસ્કૃતિનો ભાગ છે... શું તેમનું નામ લેતા કોઈ કોઈને રોકી શકે? હું મમતા દીદીને પૂછવા માંગુ છું કે જો શ્રીરામનું નામ ભારતમાં ન લેવાય તોશું તે પાકિસ્તાનમાં જપવામાં આવશે?"
જુઓ LIVE TV