નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભામાં વર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) બિલ, 2023 (દિલ્હી સર્વિસિસ બિલ) પર સરકારનો પક્ષ રાખતા વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો હતો. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે દિલ્હીમાં સરકારની રચનાના સંદર્ભમાં કેન્દ્ર સરકાર પાસે સંપૂર્ણ સત્તા છે.તેમણે 26 વિપક્ષી દળો દ્વારા મળીને બનાવવામાં આવેલા I.N.D.I.A. ગઠબંધન પર હુમલો કર્યો હતો. તમે પણ જાણો અમિત શાહના ભાષણની 10 મોટી વાતો..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ગૃહમંત્રીએ કહ્યું- વિપક્ષ વારંવાર કહી રહ્યું છે કે આ બિલ સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ લાવવામાં આવી રહ્યું છે. તમે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશનો ફક્ત તમારો મનપસંદ ભાગ જ વાંચ્યો છે. જો તમે તેને સંપૂર્ણ રીતે વાંચશો તો તમને ખબર પડશે કે કોર્ટે પણ પોતાના આદેશમાં લખ્યું છે કે કેન્દ્ર સરકારને દિલ્હીના સંદર્ભમાં કોઈપણ કાયદો બનાવવાનો અધિકાર છે.


2. ગૃહમંત્રીએ કહ્યું- દિલ્હી સેવા બિલ સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરે છે, જે કહે છે કે સંસદને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સાથે સંબંધિત કોઈપણ મુદ્દા પર કાયદો બનાવવાનો અધિકાર છે. તે મુજબ આજનું બિલ લાવવામાં આવી રહ્યું છે.


3. અમિત શાહે દિલ્હીની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી પર આ દરમિયાન કટાક્ષ પણ કર્યો. તેમણે કહ્યું- વર્ષ 2015માં દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તામાં આવી જેનો ઈરાદો માત્ર લડવાનો હતો, સેવા કરવાનો નહીં. 


4. અમિત શાહે કહ્યુ કે સમસ્યા ટ્રાન્સફર-પોસ્ટિંગ કરવાનો અધિકાર હાસિલ કરવાની નથી, પરંતુ પોતાના બંગલો બનાવવા જેવા ભ્રષ્ટાચારને છુપાવવા માટે તકેદારી વિભાગ પર કબજો કરવાનો છે. 


આ પણ વાંચોઃ પિતૃપક્ષમાં આ કાર્યો કરશો તો સાત પેઢીનું નસીબ સુધરી જશે, ઠાઠમાઠમાં પસાર થશે જીવન


5. અમિત શાહે 26 વિપક્ષી પાર્ટી દ્વારા બનાવવામાં આવેલા I.N.D.I.A.ગઠબંધન પર પણ હુમલો કર્યો. તેમણે કહ્યું કે ગઠબંધન કરી લો પરંતુ ફરીવાર મોદીજીની સરકાર બનવાની છે. 


6. અમિત શાહે કહ્યું- જો તમને લાગે છે કે ગઠબંધન કરીને તમે જનતાનો વિશ્વાસ મેળવશો, પરંતુ તમારા કૌભાંડોને કારણે તમે ત્યાં જ બેઠા છો. હું કોંગ્રેસને કહું છું કે બિલ પસાર થયા પછી તેઓ (આમ આદમી પાર્ટી) તમારી સાથે આવવાના નથી.


7. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે હું તમામ પક્ષોને વિનંતી કરું છું કે ચૂંટણી જીતવા માટે કોઈપણ પક્ષને સમર્થન કે વિરોધ કરતા હોય, આવી રાજનીતિ ન કરવી જોઈએ. નવું ગઠબંધન બનાવવાના ઘણા રસ્તાઓ છે. દેશના ભલા માટે ખરડા અને કાયદાઓ લાવવામાં આવે છે, તેથી દિલ્હીના ભલા માટે તેનો વિરોધ અને સમર્થન કરવું જોઈએ.


8. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- બ્રિટિશ શાસન દ્વારા પંજાબ પ્રાંતમાંથી મહેરૌલી અને દિલ્હી બે તાલુકાઓને અલગ કરીને 1911માં દિલ્હીની સ્થાપના કરવામાં આવી હતી. 1919 અને 1935 માં, બ્રિટિશ સરકારે મુખ્ય કમિશનર પ્રાંતને સૂચિત કર્યું અને દિલ્હીને મુખ્ય કમિશનર પ્રાંત હેઠળ મૂકવામાં આવ્યું.


આ પણ વાંચોઃ ગૂમ થયેલી બાળકી સાથ રેપ, હેવાનિયત આચરીને માસૂમના મૃતદેહને ભઠ્ઠીમાં બાળી મૂક્યો


9. અમિત શાહે કહ્યું- આઝાદી પછી એક સમિતિએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની ભલામણ કરી હતી. જ્યારે આ ભલામણ બંધારણ સભાના સભ્યો સમક્ષ આવી ત્યારે પંડિત જવાહરલાલ નેહરુ સહિતના મોટા નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. એક તબક્કે, પંડિત નેહરુજીએ તો એમ પણ કહ્યું હતું કે નવી દિલ્હીમાં ત્રણ-ચતુર્થાંશ મિલકત કેન્દ્ર સરકારની હોવાથી, તે કેન્દ્ર પાસે રહે તે તાર્કિક રહેશે.


10. અમિત શાહે કહ્યું- ભારતની રાજધાની તરીકે અહીં ભાગ્યે જ કોઈ સ્થાનિક વહીવટીતંત્રને સત્તા આપી શકાય છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ આના ઉદાહરણો આપ્યા છે. તેમણે કહ્યું કે આ માટે અલગ વ્યવસ્થા થવી જોઈએ. દિલ્હીને 1991માં વિધાનસભા આપવામાં આવી હતી, પરંતુ તે પહેલા રાજ્ય પુનર્ગઠન પંચની ભલામણના આધારે 1956માં તેમાંથી છીનવી લેવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube