નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ અમીત શાહે રવિવારે દાવો કર્યો કે 2019ની લોકસભા ચૂંટણી ભાજપ જીતશે અને 2019 બાદ 50 વર્ષ સુધી પાર્ટીને હરાવનારુ કોઇ નહી હોય. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનાં બીજા અને અંતિમ દિવસે અમિત શાહના સંબોધનની માહિતી આપતા કહ્યું કે, 2014ની લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન સહત સમગ્ર પાર્ટીએ જરા પણ વિશ્રામ નથી કર્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહે કહ્યું કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 300 લોકસભા વિસ્તારમાં ગયા અને ચૂંટણીને છોડીએ તો પણ આ દરમિયાન તેમણે 100 વિધાનસભા ક્ષેત્રોમાં સરકારી કાર્યક્રમો કર્યા. આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા બાકી સંસદીય વિસ્તારોમાં પણ જશે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, જ્યાં આપણા વડાપ્રધાન આટલીમહેનત કરી રહ્યા છે ત્યારે 2019ની ચૂંટણી તો આપણી જીતીશું જ પરંતુ ત્યાર બાદ 50 વર્ષ સુધી આપણને હરાવનારૂ કોઇ નહી હોય.


રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, અમિત શાહે પોતાનાં આ સંદર્ભમે કોંગ્રે સાથે તુલના કરતા કહ્યું કે, 1947માં કોંગ્રેસનાં સત્તામાં આવ્યા બાદ ઘણા દશકો સુધી તેમને પડકાર ફેંકનાર કોઇ નહોતું. શાહે કહ્યું કે, દેશની રાજનીતિ બદલાઇ રહી છે. દેશનું કામ પ્રદર્શન અને આશાની સાથે આગળ વધી રહ્યા છે. ભાજપ અધ્યક્ષે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, પાર્ટીને 22 કરોડ પરિવારો સાથે સમ્પર્ક કરવાનો છે અને એક પરિવારમાં જો 4 કે 5 લોકો હોય ત્યારે એક પ્રકારે સમગ્ર દેશનો સમાવેશ થવો જોઇએ. તેમણે કહ્યું કે, પાર્ટીની પાસે 9 કરોડ  કાર્યકર્તાઓના કાર્પસ છે જેમાં ફોન નંબર, એડ્રેસ તેના માધ્યમમાં લોકોને પ્રભાવી રીતે જોડાઇ જશે. 


2019ની ચૂંટણીમાં કોઇ પડકાર નથી જોવા મળતો: મોદી
આવતા વર્ષે યોજાનારા લોકસભા ચૂંટણીનું વલણ નિશ્ચિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજેય ભારત, અટલ ભાજપનો નારો પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે, વિપક્ષ દેશનાં વિકાસની નહી પરંતુ ભાજપ અને મોદીને રોકોની વાતો કરી રહ્યું છે. જે આપણી ઉપલબ્ધી છે.