ઇટાનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અરૂણાચલના પ્રવાસે છે. તેમણે શનિવારે કહ્યું કે અસમ-અરૂણાચલ પ્રદેશ આંતરરાજ્ય સરહદ વિવાદનો ઉકેલ આવતા વર્ષ સુધી આવી જવાની સંભાવના છે. પૂર્વોત્તરને ઉગ્રવાદ મુક્ત બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન 9 હજાર આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યુ છે. અમિત શાહ અરૂણાચલ પ્રદેશમાં રામકૃષ્ણ મિશનના સ્વર્ણ જયંતિ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે બોડોલેન્ડની સમસ્યાનું સમાધાન થઈ ગયુ છે. અરૂણાચલ પ્રદેશ અને અસમ વચ્ચે સરહદ વિવાદ 60 ટકા મુદ્દાનો ઉકેલ આવી ગયો છે. કેન્દ્ર સરકાર આ ક્ષેત્રમાં શાંતિ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અરૂણાચલ અને અસમની સરકાર શાંતિપૂર્ણ રીતે આંતર રાજ્ય સરહદ વિવાદના સ્થાયી સમાધાન માટે કામ કરી રહી છે. 


'તારૂ નામ મોહમ્મદ છે, આધાર કાર્ડ દેખાડ', મધ્ય પ્રદેશમાં જૈન વૃદ્ધની મારીમારીને હત્યા કરાઈ


અમિત શાહે કહ્યુ કે, અરૂણાચલ પ્રદેશ અને અમસની સરકારો આંતર-રાજ્ય સરહદ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તે માટે કામ કરી રહી છે. પૂર્વોત્તરના યુવા હવે બંદૂક અને પેટ્રોલ બોમ્બ રાખતા નથી. હવે તે લેપટોપ રાખી રહ્યાં છે અને સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યાં છે. આ વિકાસનો માર્ગ છે જેની પરિકલ્પના કેન્દ્ર સરકારે આ ક્ષેત્ર માટે કરી છે. અસમના બોડોલેન્ડ ક્ષેત્રમાં વિદ્રોહ અને ઉગ્રવાદને બોડો શાંતિ સમજુતીના માધ્યમથી ઉકેલી લેવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ PK લાવશે બિહારમાં પરિવર્તન, કહ્યું; 'વિકાસની બ્લૂ પ્રિન્ટ રાખીશું અને જનતાને દેખાડીશું'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube