નવી દિલ્હીઃ મણિપુર હિંસાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં 24 જૂને સર્વદળીય બેઠક બોલાવી છે. આ દરમિયાન મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. હકીકતમાં વિપક્ષ લાંબા સમથી સરકાર પાસે માંગ કરી રહ્યું હતું કે આ મુદ્દે સર્વદળીય બેઠક બોલાવવામાં આવે. નોંધનીય છે કે મણિપુરમાં આશરે 50 દિવસથી હિંસા ચાલી રહી છે. જ્યાં 100થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે હજારો લોકો ઈજાગ્રસ્ત થઈ ચુક્યા છે. અનેક લોકો બેઘર થયા છે. 


ગૃહમંત્રાલયે કર્યું ટ્વીટ
આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરની સ્થિતિની ચર્ચા કરવા માટે 26 જૂન બપોરે 3 કલાકે નવી દિલ્હીમાં સર્વદળીય બેઠક બોલાવી છે. મણિપુરમાં લગભગ 50 દિવસથી શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સતત હિંસાઓની ઘટના થઈ રહી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube