ચૂંટણી પરિણામ : ભાજપના ‘ચાણક્ય’ ચાલ ચાલી જાય તો, મધ્ય પ્રદેશ-રાજસ્થાનમાં છેલ્લી ઘડીએ પાસાં બદલાઈ શકે છે
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર જ ભાજપ અને અમિત શાહ સૌથી વધુ જોર આપશે. કેમ કે, છત્તીસગઢની બાજી તેમના હાથમાંથી નીકળી ગઈ છે. મધ્ય પ્રદેશમાં જનતા શિવરાજ સિંહને એટલા જ મજબૂત નેતા માને છે, જેટલા ગુજરાતમાં નરેન્દ્ર મોદીને માને છે. ખેડૂતોની નારાજગીનો સામનો તેમને પણ કરવો પડ્યો હતો. પરંતુ ત્યાંના ખેડૂતોને ખબર છે કે, શિવરાજના નેતૃત્વમાં જ તેમની પરિસ્થિતિ સુધરી છે. તેથી મધ્ય પ્રદેશમાં મામાના આવવાની શક્યતા હજી પણ છે.
નવી દિલ્હી : પાંચ રાજ્યોના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. શરૂઆતના પરિણામોમાં કોંગ્રેસ તમામ રાજ્યોમાં ભારે પડતી દેખાઈ રહી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસના સરકાર બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તા જશ્નમાં ડૂબી ગયા છે. પરંતુ જો કોંગ્રેસ સેલિબ્રેશનમા ગળાડૂબ થઈ જાય તો તેમના માટે વિચારવા જેવી બાબત છે. મધ્ય પ્રેદશમાં ભાજપ પણ મોટી ટક્કર આપી રહી છે અને હાલ ઉતાર-ચઢાવવાળા પરિણામ સામે આવી રહ્યાં છે. રાજસ્થાનમાં પણ ભાજપાની સીટ શરૂઆતના પરિણામોથી વધતી દેખાઈ રહી છે. જ્યારે કે અન્યની સંખ્યા 25 પર પહોંચી શકે છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કુલ મળીને તસવીર બદલી શકે છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટીના રૂપમાં પણ ઉભરી શકે છે તેમાં કોઈ બે મત નથી. અમિત શાહનું મેનેજમેન્ટ, તેમની ચાણક્ય નીતિ સામે કોંગ્રેસને ટકી શકવુ બહુ જ મુશ્કેલ બની રહેશે. આવામાં કોંગ્રેસે પણ કદાચ સમજૌતા કરી લેવો પડશે તેવી શક્યતા છે. તો બીજી તરફ, કોંગ્રેસને પણ સરકાર બનાવવા માતે તડજોડનો સહારો લેવો પડી શકે છે.
સૌથી વધુ ચોંકાવનારી માહિતી છત્તીસગઢમાંથી આવી છે. જ્યાં એક્ઝિટ પોલના પરિણામ ફેલ થયા છે. રમન સિંહને એન્ટી-ઈન્કમ્બન્સીનો સામનો કરવો પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ત્યાં ચોખાની ખેતી કરનારા ખેડૂતો રમન સિંહથી નારાજ હતા. કોંગ્રેસ અહીં પૂર્ણ બહુમતથી સરકાર બનાવતી દેખાઈ રહી છે.
પાંચ રાજ્યોના પરિણામ જાણવા અહીં ક્લિક કરો