ખોટા વચનોની સ્પર્ધામાં પહેલું ઈનામ જીતશે કેજરીવાલઃ અમિત શાહ
ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર જનતા પાસે ખોટુ બોલવાના આરોપ લગાવ્યા અને કહ્યું કે, જો ખોટા વચનોની સ્પર્ધા હોય તો કેજરીવાલને પ્રથમ પુરસ્કાર મળશે.
નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, જો ખોટા વચનોની સ્પર્ધા હોય તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પ્રથમ પુરસ્કાર મળશે. ગૃહપ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે ઉત્તમ નગરમાં રોડ-શો કર્યો અને મટિયાલામાં એક રેલીને સંબોધિત કરીને સીએમ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીને હવે થોડા દિવસ બાકી છે અને તમામ પાર્ટીઓ જોર-શોરથી પ્રચાર કરી રહી છે.
શાહે કહ્યું, 'જો દેશમાં ખોટા વચનોની સ્પર્ધા હોય તો અરવિંદ કેજરીવાલને પ્રથમ પુરસ્કાર મળશે.' શાહે કહ્યું, 'કેજરીવાલ જી સાડા ચાર વર્ષ કહેતા રહ્યાં છે કે મોદી જી તેને કામ કરવા દેતા નથી તેથી દિલ્હીનો વિકાસ થયો નથી. હવે તે કહે છે કે, તેમણે દિલ્હીનો 5 વર્ષમાં વિકાસ કર્યો, તેથી લગે રહો કેજરીવાલ.'
તેમણે કહ્યું, 'હું કેજરીવાલ જીને યાદ અપાવવા આવ્યો છું કે તમે જે વચન કર્યા તે ભૂલી ગયા, પરંતુ ન તો દિલ્હીની જનતા ભૂલી છે અને ન ભાજપના કાર્યકર્તા. તમે અન્ના હજારેની મદદથી સીએમ બન્યા, પરંતુ તમે લોકપાલનો કાયદો લઈને ન આવ્યા અને જ્યારે મોદીજી લઈને આવ્યા તો તમે અહીં લાગૂ થવા ન દીધો.'
આ દરમિયાન નડ્ડાએ કહ્યું, 'પહેલા તે (આપ) કહેતા રહ્યાં કે અમને કામ કરવા દેવામાં આવતું નથી. હવે નારા લગાવી રહ્યાં છે 'અચ્છે બીતે 5 સાલ..' તે સારા કેમ વિત્યા, જ્યારે તમને કામ કરવા દીધું નથી?'
CAA પર રાજકારણ, કોલકત્તા ફેસ્ટમાં શશિ થરૂરે કહ્યું- સરકાર જ 'ટુકડે-ટુકડે' ગેંગ છે
ગૃહ પ્રધાન શાહે કોંગ્રેસ પર આર્ટિકલ 370ને લઈને હુમલો કર્યો હતો. અમિત શાહે કહ્યું, 'રાહુલ બાબા અને કંપની તૈયાર હતી, તેમણે તત્કાલ વિરોધ કર્યો હતો અને કહ્યું કે, આર્ટિકલ 370ને નાબુદ ન કરો, લોહી વહશે. આ મોદી સરકાર છે, એકપણ ગોળી ચાલી નથી અને હવે જમ્મૂ-કાશ્મીર સંપૂર્ણ રીતે ભારતનો ભાગ છે.'
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube