રામ મંદિર આંદોલનનું પરિણામ સંસ્કૃતિની જીત હશે: અમિત શાહ
અમિત શાહે રામ જન્મભુમિ આંદોલનને સ્વતંત્રતા બાદનું દેશનું સૌથી મોટુ આંદોલન ગણાવ્યું જે તમામ વર્ગોને સ્પર્શ્યું હોય
નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે આશા વ્યક્ત કરી કે અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ માટે આંદોલનનાં પરિણામ સ્વરૂપ સંસ્કૃતીની જીત થશે અને લોકશાહીમાં હંમેશા જ લોકોની ભાવનાઓ જીતતી હોય છે. તેમણે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી. બીજી તરફ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં પ્રમુખ મોહન ભાગવતે પણ મંદિરનાં જલ્દ જ નિર્માણ કરીને ફરીથી જોર આપ્યું અને કહ્યું કે, સમાજને ઝડપથી ન્યાય અપાવવા માટેની જરૂર છે.
શાહે રામ જન્મભૂમિ આંદોલનને સ્વતંત્રતા બાદ દેશનું સૌથી મોટુ આંદોલન ગણાવવામાં આવ્યું જેનાં કારણે સમાજનાં તમામ વર્ગોને સ્પર્શી લીધા. તેમણે કહ્યું કે તેઓ હાલ આ મુદ્દે વદારે વાત નહી કરે. તેમનો ઇશારો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનવણી અંગે હતો.
શાહે કહ્યું કે છ સદી પહેલા અયોધ્યામાં મંદિર ધ્વસ્ત થયા બાદથી જ લોકોનું આંદોલન ચાલી રહ્યું હતું અને આ ત્યા સુધી ચાલું રહેશે જ્યાં સુદી સંસ્કૃતીની જીત નથી થઇ જતી. લોકોની ભાવનાઓ હંમેશા જ લોકશાહીમાં જીતે છે. મને વિશ્વાસ છે કે આ આંદોલન યોગ્ય દિશામાં જશે. ભાગવતે પણ કાલે એક પ્રસંગમાં મંદિરના નિર્માણ પર જોર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મંદિરનાં નિર્માણથી સમાજનાં સમુદાયો વચ્ચેનાં વિવાદોનાં કારણમાંથી એક ઓછું થઇ જશે.