હૈદ્બાબાદ: ગ્રેટર હૈદ્રાબાદ નગર નિગમની ચૂંટણી (GHMC) માટે ભાજપે પોતાની પુરી તાકાત લગાવી દીધી છે. તે કડીમાં અમિત શાહ પણ અહીં રોડ શો કરવા માટે પહોંચ્યા. તેમણે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે હૈદ્બાબાદમાં રોડ શો કર્યો. અહીં આવીને તેમણે હૈદ્રાબાદના પ્રસિદ્ધ ભાગ્યલક્ષ્મી મંદિરમાં જઇને પૂજા અર્ચના કરી અને પછી જનતા વચ્ચે રોડ શો કરવા નિકળ્યા. તેમણે ટીઆરએસ અને મજલિસ પર આ દરમિયાન જોરદાર નિશાન સાધ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યું કે ''ટીઆરએસ અને મજલિસ વચ્ચે ગુપ્ત કરાર છે પરંતુ મને કરારથી વાંધો નથી. મને સમસ્યા છે કે તે સંતાઇને કેમ કરે છે. અમિત શાહે આગળ કહ્યું કે 'રૂમમાં ઇલૂ ઇલૂ કરે છે. ખુલ્લેઆમ કેમ કહી દેતા નથી કે હા, મજલિસ સાથે અમારો સંબંધ છે. તેમણે કહ્યું કે સરદાર પટેલના કારણે હૈદ્રાબાદ અને આસપાસના વિસ્તારો ભારત સાથે જોડાયેલા પરંતુ જેમણે આ દરમિયાન પાકિસ્તાન જવાની ચળવળ ચલાવી હતી. એવી નિઝામ સંસ્કૃતિથી અમે હૈદ્રાબાદને છુટકારો અપાવવા માંગીએ છીએ. 


ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે 'કેસીઆર અને મજલિસે 100 દિવાની યોજનાનો વાયદો કર્યો હતો, તેનો હિસાબ હૈદ્રાબાદની જનતા માંગી રહી છે. 5 વર્ષમાં કંઇપણ કહ્યું હોય તો અહીંની જનતા સમક્ષ રાખો. સિટિઝન ચાર્ટરનો વાયદો કર્યો હતો, તેનું શું થયું? અમિત શાહે કહ્યું કે અમે હૈદ્રાબાદને નવાબ, નિઝામ સંસ્કૃતિથી મુક્ત કરવા માંગીએ છીએ. અમે હૈદ્રાબાદને એક આધુનિક શહેર બનાવવા માંગીએ છીએ. જે નિઝામની સંસ્કૃતિથી મુક્ત હોય. અમિત શાહે હૈદ્રાબાદની જનતાને વિશ્વાસ અપાવ્યો કે ભાજપ ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કરશે અને આગામી મેયર અમારો જ હશે.'


તેમણે આ દરમિયાન  AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓવૈસીને જવાબ આપતાં રોહિંગ્યા મુસલમાનોને લઇને કહ્યું કે 'જ્યારે કાર્યવાહી કરીએ છી તો આ લોકો (વિપક્ષ) હાય તૌબા કરે છે. તેમણે કહ્યું કે વિપક્ષ એકવાર લખી દે કે બાંગ્લાદેશી અને રોહિંગ્યાને નિકાળી દો, પછી હું કંઇક કરું છું. 


હૈદ્રાબાદમાં IT હબ બનવાની ક્ષમતા
અમિત શાહે આગળ કહ્યું કે આઇટી સેક્ટરમાં રોકાણથી હૈદ્રાબાદને ખૂબ ફાયદો થઇ રહ્યો છે. પીએમ મોદીએ યુવાનો માટે ઘણી તકો ઉભી કરી છે અને આ વિદેશી રોકાણ દ્વારા ભારતમાં બતાવવામાં આવેલા વિશ્વાસને દર્શાવે છે. બકૌલ શાહ હૈદ્રાબાદમાં આઇટી હબ બનવાની ક્ષમતા છે. ઇંફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવાનો છે. ભલે ધન રાજ્ય અને કેન્દ્ર દ્વારા આપવામાં આવે. તેમણે ટીઆરએસ અને કોંગ્રેસને હૈદ્રાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી મોટું વિઘ્ન ગણાવ્યું છે. 


ઓવૈસી માટે મોટો પડકાર છે ભાજપ
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેટર હૈદ્રાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ની ચૂંટણીમાં ભાજપના જોરદાર ચૂંટણી પ્રસાર-પ્રચારથી આ ચૂંટણી રસપ્રદ થઇ ગઇ છે. આ ચૂંટણીના પ્રત્યે ભાજપની ગંભીરતાથી અંદાજો લગાવી શકાય છે કે પાર્ટીએ અહીં જીત પ્રાપ્ત કરવા માટે ટોપ નેતા મેદાનમાં ઉતાર્યા છે. હૈદ્રાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપની સક્રિયતા ઓવૈસી માટે મોટો પડકાર છે. તમને જણાવી દઇએ કે હૈદ્રાબાદની 150 સીટો પર ચૂંટણી માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, જ્યારે મતગણતરી 4 ડિસેમ્બરના રોજ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube