કર્ણાટકમાં અમિત શાહે સિદ્ધારમૈયાને પૂછ્યો સણસણતો સવાલ
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમતેમ વિવાદ વધી રહ્યો છે
નવી દિલ્હી : કર્ણાટક ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી હવે બીજેપી અધ્યક્ષ અમિત શાહે એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર નિશાનો સાધ્યો છે. કર્ણાટક વિધાનસભા માટે 12 મેના દિવસે થનાર વોટિંગ પહેલાં હાલમાં પ્રચાર ચરમસીમા પર છે. બીજેપી અધ્યક્ષે રાહુલ ગાંધી પર ટોન્ટ મારતા કહ્યું છે કે જે પોતે ભાગી જાય છે એ બીજાને શું શીખવશે. તેમણે કહ્યું કે બીજેપીના 24 કાર્યકર્તાઓની હત્યા થઈ છે પણ સિદ્ધારમૈયા સરકાર કોઈની ધરપકડ નથી કરતી.
તૈમુર પછી Viral થઈ રહી છે આ સ્ટારકિડની તસવીર, માતાનું નામ છે...
બીજેપી અધ્યક્ષે કોંગ્રેસ પર રાષ્ટ્રગીત વંદે માતરમના અપમાનનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અમે આવા લોકોને પાઠ ભણાવીશું. રાહુલ ગાંધીને લાગે છે કર્ણાટકમાં સિદ્ધારમૈયા તેમને જીતાડશે પણ ભાગેડુ સિદ્ધારમૈયાર શું જીતાડશે? સિદ્ધારમૈયાને સવાલ કરતા અમિત શાહે સવાલ કર્યો કે તેમને 40 લાખની ઘડિયાલ કોણે આપી? રાહુલ ગાંધીએ પર આરોપ મુકતા અમિત શાહે કહ્યું કે જેની પાસે વંદે માતરમ માટે ઉભા થવાનો સમય નથી એ ક્યારેય દેશનું ભલું નથી કરી શકવાના.
અમિત શાહે કહ્યું કે અમે યુવતીઓ અને યુવાનોને લેપટોપ આપવાના છીએ. બીજેપીની સરકાર વિકાસની સરકાર હશે. તેમણે આરોપ મૂકતા કહ્યું કે સિદ્ધારમૈયાર સરકારને કારણે જ કર્ણાટકના લોકો પાણી માટે ટળવળી રહ્યા છે.