લખનઉઃ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભાજપના ઉમેદવારોની જીત નક્કી કરવા માટે શનિવારે ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની સાથે અન્ય પ્રચારક બેઠકો, સંવાદ તથા સંપર્ક કાર્યક્રમોમાં સામેલ થશે. પાર્ટી ઉમેદવારોના પક્ષમાં માહોલ બનાવવાની સાથે સંગઠન સાથે જોડાયેલા નેતાઓને આગળની રણનીતિની માહિતી આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહ શામલી અને મેરઠમાં જાહેર કાર્યક્રમોમાં સામેલ થશે. કૈરાનામાં બપોરે 2.30 કલાકે ઘરે-ઘરે સંપર્ક કરશે. ત્યારબાદ 3.15 કલાકે શામલી અને બાગપત જિલ્લાના કાર્યકર્તાઓ સાથે શામલીમાં હોટલ ઓરચિડમાં બેઠક કરશે. 


જેપી નડ્ડા શનિવારે બપોરે 1.30 કલાકે જેબીએસ રિસોર્ટ બાઈપાસ રોડ બિજનૌરમાં બિજનૌર, નગીના, મુજફ્ફરનગરના વિધાનસભા પદાધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ 3 કલાકે ગજરૌલા પહોંચશે અને સાંસદ કંવર સિંહ તંવરના ગજરૌલા નિવાસ પર અમરોહા, મુરાદાબાદ તથા મેરઠ વિધાનસભાના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. 


આ પણ વાંચોઃ UP: BJP એ જાહેર કરી 85 ઉમેદવારોની ચોથી યાદી, જાણો અદિતિ સિંહને ક્યાંથી મળી ટિકિટ


સીએમ આદિત્યનાથ અલીગઢ અને બુલંદશહરમાં ડોર ટુ ડોર સંપર્ક કરશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલીગઢ અને બુલંદશહેરમાં રોકાશે. બપોરે 12.30 કલાકે અલીગઢના રઘુનાથ પેલેસ જીટી રોડ ખાતે ઘરે-ઘરે પ્રચાર કરશે. અલીગઢના અગ્રણી સામાજિક વ્યક્તિઓ સાથે બેઠક કરશે. બપોરે 2.00 કલાકે, બુલંદશહેરના નિકુંજ હોલ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે, અગ્રણી સામાજિક વ્યક્તિઓ સાથે ઘરે-ઘરે સંપર્ક અને ચર્ચા થશે.


સ્વતંત્ર દેવ સિંહ સહારનપુરમાં રહેશે. બપોરે 12.00 કલાકે દેવબંદમાં ઘર-ઘર સંપર્ક અને અગ્રણી સામાજિક વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. રામપુર મણિહરન, સહારનપુર બપોરે 2.00 કલાકે ઘરે-ઘરે સંપર્ક અને અગ્રણી સામાજિક વ્યક્તિઓ સાથે બેઠક કરશે. સાંજે 4.00 વાગ્યે, સહારનપુર મહાનગરમાં ઘર-ઘર સંપર્ક અને અગ્રણી સામાજિક વ્યક્તિઓ સાથે મુલાકાત થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube