નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર(Jammu-Kashmir)ના પૂંછ(Poonch) અને શોપિયા (Attack On CRPF Team)માં સુરક્ષાબળો પર આતંકીઓએ હુમલો કર્યો. આતંકી ઠેકાણાની જાણ થતાં હુમલો કર્યો. જમ્મુ કાશ્મીર પોલીસ લશ્કર આતંકી જિયા મુસ્તફાની સાથે ત્યાં પહોંચી હતી. શોપિયામાં આંતકીઓએ સીઆરપીએફના કેમ્પ પર હુમલો કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરના પુંછમાં સુરક્ષાબળો પર આતંકીઓએ હુમલો(Terrorist's Attack) કર્યો. આ આતંકી હુમલામાં 3 જવાનો ઈજાગ્રસ્ત થયા. આ હુમલામાં લશ્કરનો આતંકી પણ ઈજાગ્રસ્ત થયો. હાલ તે વિસ્તારમાં સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન જારી છે. 


જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. અમિત શાહ આજે (રવિવારે) જમ્મુ યુનિવર્સિટીના જોરાવર ઓડિયોરિયમમાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આજે અમિત શાહના જમ્મુ કાશ્મીર પ્રવાસનો બીજો દિવસ છે. ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરના પ્રવાસે હોવાથી ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી.


પૂંછના ભાટા દુરિયાન વિસ્તારમાં છેલ્લા 13 દિવસથી સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તે વિસ્તારમાં આતંકીઓના ઠેકાણાને ઓળખવા માટે સુરક્ષાબળોની ટીમ પહોંચી હતી. ટીમની સાથે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી જીયા મુસ્તફા પણ હતા. જેને આતંકી ઠેકાણાઓને ઓળખવાના હતા. આ દરમિયાન સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની જ્વોઈંટ ટીમ પર આતંકીઓએ હુમલો કરી દીધો. હુમલામાં જમ્મુ કાશ્મીર પોલીસના 2 અને સેનાના 1 જવાનને ઈજા પહોંચી. લશ્કરનો આતંકી મુસ્તફા પર પણ હુમલો થયો. 


આતંકી હુમલા પછી વિસ્તારમાં વધારે સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવ્યા. આ સાથે આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. હવે આતંકીઓનું બચવું અઘરું છે. ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.