ગૃહમંત્રી બનતા જ શાહનું સરનામું બદલાયું, ફાળવાયો આ દિગ્ગજ નેતાનો બંગલો
નવનિયુક્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું કૃષ્ણમેનન માર્ગ સ્થિત બંગાલો ફાળવવામાં આવી શકે છે. 2004માં વડાપ્રધાન પદ પરથી હટાવ્યા બાદ વાજયેપી અહીં રહેતા હતા.
નવી દિલ્હી: નવનિયુક્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું કૃષ્ણમેનન માર્ગ સ્થિત બંગાલો ફાળવવામાં આવી શકે છે. 2004માં વડાપ્રધાન પદ પરથી હટાવ્યા બાદ વાજયેપી અહીં રહેતા હતા. ગત વર્ષ ઓગસ્ટમાં વાજપેયીના નિધન બાદ તેમના પરિવારજનોએ નવેમ્બરમાં આ બંગલો ખાલી કરી દીધો હતો.
વધુમાં વાંચો: પંજાબ કેબિનેટમાં વિભાગ બદલાતા નારાજ સિદ્ધૂ, કહ્યું- મને નિશાન બનાવવામાં આવ્યો
સરકારના સૂત્રોએ ગુરૂવારે આ વાતની પુષ્ટી કરતા જણાવ્યું હતું કે, ગૃહમંત્રી તરીકે અમિત શાહની સુરક્ષા જરૂરીયાતો અનુસાર આ બંગાલો એક મહિનામાં તૈયારી કરી દેવામાં આવશે. 17મી લોકસભાની રચના પછી કેન્દ્રીય મંત્રી તરીકે શાહને આ બંગલો ફાળવવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીઓને ફાળવવામાં આવેતા ‘ટાઇટ 8’ શ્રેણીના આ બંગલામાં હાલમાં જરૂરી સમારકામ કામ ચાલી રહ્યું છે.
વધુમાં વાંચો: તેલંગણામાં કોંગ્રેસના 12 MLAએ પાર્ટી છોડી, સ્પીકરે TRSમાં વિલયને આપી માન્યતા
ગાંધીનગરથી જીત્યા ચૂંટણી
નવી રચાયેલી લોકસભામાં અમિત શાહ ગાંધીનગર લોકસભા ક્ષેત્રથી સાંસદ તરીકે પણ ચૂંટાયા છે. બંગાલ પર તૈનાત કર્મચારીઓએ જણાવ્યું કે, અમિત શાહે પોતે બંગલાની મુલાકાત લીધી અને જરૂરિયાત મુજબ સમારકામના કામની નોંધ લીધી હતી. હાલમાં રાજ્યસભાના સભ્ય તરીકે અમિત શાહ અકબર રોડ સ્થિત 11 નંબરના બંગલામાં રહે છે. તેઓ 19 ઓગસ્ટ 2017માં રાજ્યસભા સભ્ય બન્યા હતા. ઉપલા ગૃહમાં તેમનો કાર્યકાળ 2023 સુધી નિર્ધારિત હતો. પરંતુ હાલમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં જીત અને મોદી સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા બાદ શાહને નવો બંગલો ફાળવવામાં આવ્યો છે. તેણે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે.
વધુમાં વાંચો: હરિયાણામાં પરાજય બાદ કોંગ્રેસમાં કંકાસ, પ્રદેશ અધ્યક્ષે કહ્યું- 'મને ગોળી મારી દો'
પૂર્વ વડાપ્રધાન વાજપેયી, 14 વર્ષ સુધી આ બંગલામાં રહ્યાં. ગત વર્ષ 16 ઓગસ્ટે તેમના નિધન બાદ, તાત્કાલીન મોદી સરકારે આ બંગલાને ‘અટલ સ્મૃતિ’ તરિકે જાહેર કરવાના ભાજપ નેતાઓના વિચારને નકાર્યો હતો. સરકારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ, ‘રાજઘાટ’ની પાસે વાજપેયીની સમાધિ સ્થળને તેમની સમૃતિમાં ‘સદેવ અટલ’ના નામથી વિકસિત કરી છે.
જુઓ Live TV:-