UP: જીત માટે BJP નો મોટો દાવ, બાંકે બિહારીના દર્શન કર્યા બાદ અમિત શાહે શરૂ કર્યું ડોર-ટુ-ડોર કેમ્પેઈન
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી છે જે હેઠળ આજે ભારતીય જનતાપાર્ટી માટે પશ્ચિમ યુપીમાં મહા કેમ્પેઈનનો દિવસ છે.
મથુરા: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી છે જે હેઠળ આજે ભારતીય જનતાપાર્ટી માટે પશ્ચિમ યુપીમાં મહા કેમ્પેઈનનો દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વૃંદાવનના બાંકે બિહારી મંદિર પહોંચ્યા અને મંદિરમાં દર્શન બાદ પૂજા કરી.
મથુરામાં શરૂ કર્યું ડોર ટુ ડોર કેમ્પેઈન
વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારીજીના દર્શન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજુબાજુના બજારમાં ભાજપ ઉમેદવારના પક્ષમાં મત માંગ્યા અને પછી મથુરા માટે રવાના થઈ ગયા. મથુરા પહોંચ્યા બાદ અમિત શાહે ડોર ટુ ડોર કેમ્પેઈનની શરૂઆત કરી.
મથુરાની ભવ્યતા પાછી લાવવી એ અમારો સંકલ્પ- અમિત શાહ
મથુરામાં ડોર-ટુ-ડોર કેમ્પેઈનની શરૂઆત કર્યા બાદ અમિત શાહે પ્રભાવી મતદાર સંવાદ કાર્યક્રમ સંબોધિત કર્યો. તેમણે કહ્યું કે હું 2022ની ચૂંટણીમાં મથુરાના તમામ ભાજપ ઉમેદવારોની જીત માટે મત માંગવા આવ્યો છું. આ સાથે જ તેમણે કહ્યું કે મથુરાની દિવ્યતા અને ભવ્યતા પાછી લાવવાનો અમારો સંકલ્પ છે.
યોગી સરકારમાં ડકૈતીમાં 70 અને લૂંટમાં 72 ટકાનો ઘટાડો થયો
મથુરામાં અમિત શાહે કહ્યું કે યોગી સરકારમાં ડકૈતી 70 ટકા અને લૂંટમાં 72 ટકાનો ઘટાડો થયો. તેમણે કહ્યું કે અખિલેશ બાબુના શાસન કરતા ભાજપના શાસનમાં ડકૈતામાં 70 ટકાનો ઘટાડો થયો છે. લૂંટમાં 72 ટકાનો ઘટાડો થયો છે. હત્યામાં 29 ટકાની કમી થઈ છે જ્યારે અપહરણમાં 35 ટકાનો ઘટાડો થયો છે.
યુપીમાં પરિવર્તનનો શ્રેય જનતાને- અમિત શાહ
અમિત શાહે કહ્યું કે વ્રજ ક્ષેત્રની સમસ્ત જનતાનો હું હાથ જોડીને આભાર માનવા ઈચ્છુ છું. કારણ કે ભલે 2014ની ચૂંટણી હોય કે પછી 2017ની કે પછી 2022ની હોય, વ્રજના ડબ્બા જ્યારે ખુલે છે ત્યારે ફક્ત કમળ દેખાય છે. હું વ્રજની જનતાને કહવા આવ્યો છું કે સાડા 7 વર્ષ દેશ અને ઉત્તર પ્રદેશમાં જે પરિવર્તન આવ્યું છે તેનો જો સીધો શ્રેય કોઈને જાય છે તો તે ઉત્તર પ્રદેશની મહાર જનતાને જાય છે. યુપીમાં સપા અને બસપાની સરકારો ચાલી, તે ફક્ત જાતિવાદ અને પરિવારવાદ માટે ચાલી. તૃષ્ટિકરણના આધારે ચાલી, ભ્રષ્ટાચારની અહીં બોલબાલા હતી.
નોઈડામાં પણ અમિત શાહનું ડોર ટુ ડોર કેમ્પેઈન
વૃંદાવન અને મથુરા બાદ અમિત શાહનું આજે બપોરેગૌતમબુદ્ધ નગર જિલ્લાના તુગલપુરમાં ડોર ટુ ડોર કેમ્પેઈન કરવાનો કાર્યક્રમ પ્રસ્તાવિત છે. ત્યારબાદ અમિત શાહ શારદા યુનિવર્સિટીમાં પ્રભાવી મતદાર સંવાદ કાર્યક્રમને સંબોધશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube