નવી દિલ્હીઃ દિલ્હીના જામિયા વિસ્તારમાં થયેલા ફાયરિંગ પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આ પ્રકારની કોઈપણ ઘટનાને સહન કરશે નહીં. અમિત શાહે ગુરૂવારે ટ્વીટ કરીને કહ્યું કે, આજે દિલ્હીમાં ગોળી ચલાવવાની ઘટના થઈ જેના પર મેં દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી અને તેને કઠોર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી કોઈપણ ઘટનાને સહન કરાશે નહીં. તેના પર ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે અને દોષીને છોડવામાં આવશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને રાષ્ટ્રીયતા નાગરિકતા રજીસ્ટર (NRC)ના વિરોધમાં ગુરૂવારે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીથી રાજઘાટ સુધી માર્ચ દરમિયાન એક સગીરે ફાયરિંગ કર્યું હતું. જામિયા વિસ્તારની પાસે આ ગોળીબારમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. હુમલો કરનાર સગીર ગણાવવામાં આવી રહ્યો છે. તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની ઓળખ શાદાબ તરીકે થઈ છે. તે જામિયામાં માસ કમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે. આ ઘટના ગુરૂવારે બપોરની છે. 


બાપુની પુણ્યતિથિ... અને દિલ્હીના રસ્તા પર જીવીત થઈ 30 જાન્યુઆરી 1948!


બીજીતરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હીના જામિયા વિસ્તારમાં થયેલા ફાયરિંગને લઈને મોદી સરકાર પર હુમલો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ગુરૂવારે ટ્વીટ કરીને કર્યું કે, જ્યારે ભાજપ સરકારના મંત્રી અને નેતા લોકોને ગોળી મારવા માટે પ્રોત્સાહન આપશે, વિવાદિત ભાષણ આપશે ત્યારે આ બધુ શક્ય છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ કે તેઓ કેવી દિલ્હી ચલાવવા ઈચ્છે છે. તેઓ હિંસાની સાથે છે કે અહિંસાની સાથે? તેઓ વિકાસની સાથે ઉભા છે કે અરાજકતાની સાથે?


બીજીતરફ આ ઘટના બાદ દિલ્હી પોલીસે ઝડપથી મધ્ય દિલ્હી સ્થિત જામા મસ્જિદ પર વધારાના પોલીસ દળને તૈનાત કર્યાં કારણ કે આ માર્ચે જામા મસ્જિદ પર પહોંચવાનું હતું. જામા મસ્જિદ પર ભેગા થઈને માર્ચ રાજઘાટ પર પહોંચવાની છે. પરંતુ પોલીસે માર્ચને રાજઘાત તરફ જવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...