નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષ બાકી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના અધ્યક્ષ અમિત શાહે (Amit Shah)ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ચૂંટણીની રણનીતિ બનાવવામાં ચાણક્યની છાપ ધરાવતા અમિત શાહે આ વખતે મમતાદીદીને ઘરઆંગણે પછાડવા માસ્ટરસ્ટ્રોક અપનાવ્યો છે. હાલમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ બંગાળી ભાષા શીખી રહ્યા છે. ન્યૂઝ એજન્સી IANSમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમિત શાહ હાલમાં બંગાળી શીખી રહ્યા છે અને આ માટે એક શિક્ષક પણ રાખેલ છે. અમિત શાહ ઇચ્છે છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણી સભાની શરૂઆત બાંગ્લાથી કરે જેનાથી ભાષણમાં વધારે અસરકારકતા જોવા મળે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ayodhya પછી હવે BJPની નજર મહાભારતના હસ્તિનાપુર પર, ચાલી રહી છે મોટી હિલચાલ


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 'મા, માટી અને માનુષ' ના નારા લગાવતા રહે છે, અને તાજેતરમાં જ તેણે બંગાળી ઓળખને ઘણું પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. મમતા તેની બેઠકોમાં ભાજપ અધ્યક્ષને બાહ્ય વ્યક્તિ તરીકે સંબોધન કરે છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહને ચૂંટણી રણનીતિના મહારથી માનવામાં આવે છે અને ચૂંટણી માટે શાહ અલગ-અલગ રણનીતિ બનાવતા બનાવે છે. પરંતુ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભામાં સરકાર નહીં બનાવી શકવાને કારણે તથા ઝારખંડ વિધાનસભામાં હાર બાદ અમિત શાહ બંગાળમાં ચૂંટણીની કમાન પોતાના હાથમાં રાખવા માગે છે. જેના કારણે તેમણે અત્યારથી જ બંગાળી શિખવાનું શરૂ કર્યું છે. 


વર્ષની શરૂઆતમાં સૌથી વધારે લોકો ભોગ બને છે હાર્ટ એટેકનો કારણ કે...


પશ્ચિમ બંગાળમાં ભાજપના એક મોટા નેતાના જણાવ્યા મુજબ, તેમાં કાઇપણ નવું નથી. ભાજપા અધ્યક્ષ બંગાળી અને તામિલ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં બોલાતી 4 ભાષા શીખી રહ્યા છે. કેટલાક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે, વર્ષો સુધી ગુજરાતમાં સમય વિતાવ્યા છતાં અમિત શાહ હિન્દી કેવી રીતે આટલું સરળ શૈલીમાં બોલી શકે છે. ત્યારે આ મામલે સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગત અનુસાર જેલમાં રહ્યા બાદ કોર્ટ દ્વારા ગુજરાતમાં પ્રવેશ પર પાબંધી લાદવામાં આવ્યા બાદ અમિત શાહે હિન્દી પર પક્કડ જમાવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક....