શિવસેનાના તેવર સામે ભાજપ અડીખમ, અમિત શાહે CM અને ગૃહ મંત્રી પદ આપવાની ના પાડી: સૂત્ર
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શિવસેનાને સીએમ અને ગૃહ મંત્રી પદ આપવાનો ઈન્કાર કરી દીધો છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શિવસેનાને સીએમ અને ગૃહ મંત્રી પદ આપવાનો ઈન્કાર કરી દીધો છે. એવું કહેવાઈ રહ્યું છે કે અમિત શાહે શિવસેનાના તેવર જોતા રાજ્ય ભાજપને વેઈટ એન્ડ વોચની ભૂમિકા અપનાવવાનું કહ્યું છે. એવા પણ ખબર છે કે ભાજપ શિવસેનાને મહેસૂલ વિભાગ આપવા તૈયાર છે. સૂત્રોથી એવું પણ જાણવા મળ્યું છે કે શિવસેના તરફથી ભાજપ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત બંધ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? અમિત શાહ સાથે મુલાકાત બાદ ફડણવીસે આપ્યું મોટું નિવેદન
એવા પણ અહેવાલ છે કે ભાજપ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે થનારી મીટિંગ ઉપર પણ નજર રાખી રહ્યો છે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે ભાજપની શિવસેના સાથે મુખ્યમંત્રી પદને લઈને કોઈ વાતચીત થઈ નથી. કહેવાય છે કે ભજાપને પૂરેપૂરો વિશ્વાસ છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની સ્થિતિ ઊભી નહીં થાય. પાર્ટીનું માનવું છે કે 8 નવેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં સરકાર બની જશે.
જુઓ LIVE TV