લખનૌ: યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટીએ આજે સંકલ્પ પત્ર જાહેર કરી દીધુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. જેમાં ભાજપે ઉત્તર પ્રદેશની જનતાને અનેક મોટા વચનો આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનું સંકલ્પ પત્ર બહાર પાડવાના અવસરે ગૃહમંત્રી અમિત શાહે  કહ્યું કે કૃષિના ક્ષેત્રે ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેનાથી ખેડૂતો ઉપર કરજનું ભારણ ઓછું થશે. આગામી પાંચ વર્ષમાં દરેક પરિવારમાંથી ઓછામાં ઓછા એક સભ્યને રોજગાર કે સ્વરોજગારની તક ઉપલબ્ધ કરાવીશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે દરેક જિલ્લામાં કોચિંગની વ્યવસ્થા કરાશે. 


તેમણે કહ્યું કે યુવાઓને તાલિમ માટે દરેક બ્લોકમાં આઈટીઆઈની સ્થાપના થશે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના તમામ લાભાર્થીાઓને દર વર્ષે હોળી અને દીવાળી પર 2 મફત એલપીજી સિલિન્ડર અપાશે. 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે જાહેર ટ્રાન્સપોર્ટમાં મફત મુસાફરીની વ્યવસ્થા કરાશે. વિધવા અને નિરાક્ષિત મહિલાઓનું પેન્શન વધારીને 1500  રૂપિયા પ્રતિમાસ કરાશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube