ગુવાહાટીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તરના પ્રવાસ પર છે. રવિવારે શાહે અસમમાં ઘણી મુખ્ય યોજનાઓનું ઉદ્ઘાટન કર્યુ છે. અસમની રાજધાની ગુવાહાટીમાં કોવિડથી જીવ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારજનોને કેન્દ્રીય ગૃહમંત્રીએ એક-એક લાખ રૂપિયાના ચેક પ્રદાન કર્યા છે. એક કાર્યક્રમમાં બોલતા શાહે કહ્યુ કે, અસમમાં બીજીવાર ભાજપની સરકાર બની છે. અસમમાં બીજીવાર ભાજપની સરકાર બનવાનો મતલબ છે કે અસમે આંદોલન, આતંકવાદ અને હથિયાર ત્રણેયને હંમેશા માટે છોડી વિકાસના રસ્તા પર જવાનું નક્કી કર્યું છે. શાહે કર્યુ કે, જે પ્રકારે પાંચ વર્ષમાં સર્બાનંદ સોનોવાલ અને હિમંત બિસ્વા સરમાની જોડીએ સરકાર ચલાવી છે. અસમની જનતાએ વિકાસનો રસ્તો પસંદ કર્યો અને તેનું પરિણામ છે કે હિમંતા બિસ્વા સરમા ફરીથી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે ભાજપ અસમની ભાષા તેના વારસા અને તેની જૈવિક સંસ્કૃતિની રક્ષા અને સંરક્ષણ કરવા ઈચ્છે છે. ભાજપનું માનવું છે કે ભાષાઓ, બોલીઓ, વ્યંજન અને આવા અન્ય લક્ષણ ભારતના રત્ન છે અને આપણે તેને સંરક્ષિત કરવાની જરૂર છે. 


Telangana: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયું હજાર સ્તંભવાળુ કાકતીય રૂદ્રેશ્વર મંદિર


કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, પીએમ મોદીના નેતૃત્વમાં બોડોલેન્ડ સમજુતી થઈ છે. અમે સમજુતીની 90 ટકા શરતો પહેલા આપી ચુક્યા છીએ. સાથે કહ્યુ કે, મોદી સરકારમાં થયેલી સમજુતી હેઠળ પૂર્વોત્તમાં 2100થી વધુ લોકોએ પોતાના હથિયાર છોડ્યા છે. મોદી સરકારના કામકાજે અસમ માટે એક નેરેટિવ બદલી દીધુ છે. તેને વિકાસ માટે વિદ્રોહની જરૂર નથી, તેણે માત્ર સહયોગ પ્રદાન કરવાની જરૂર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube