હવે દેશમાં થશે ઈ-જનગણના જે 100 ટકા સાચી હશે, ગૃહમંત્રી શાહની મોટી જાહેરાત
ગુવાહાટીના અમીગામમાં જનગણના કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરતા કહ્યુ કે, આગામી જનગણના ડિજિટલ થશે. ઈ-જનગણના હેઠળ 100 ટકા સાચી વસ્તી ગણતરી કરી શકાશે.
ગુવાહાટીઃ અસમના પ્રવાસે પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં થનારી વસ્તી ગણતરીને લઈને મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, કોરોનાની લહેર સમાપ્ત થતાં દેશમાં ડિજિટલ જનસંખ્યા ગણતરી શરૂ થશે. સાથે તે પણ કહ્યું કે, ક્યાં સુધી વસ્તી ગણતરીનું કામ પૂરુ થઈ જશે. ગૃહમંત્રી શાહે જણાવ્યું કે વર્ષ 2024 પહેલાં ડિજિટલ સેન્સસનું કામ પૂરી કરી લેવામાં આવશે.
અમિત શાહે આપી ઈ-સેન્સસની જાણકારી
દેશમાં પ્રથમવાર થનાર ઈ-સેન્સનની પ્રથમ બિલ્ડિંગનું ગુવાહાટીમાં આજે અમિત શાહે ઉદ્ઘાટન કર્યુ હતું. આ તકે તેમણે કહ્યું કે, દિલ્હીમાં રાષ્ટ્રીય જનસંખ્યા ભવનનું નિર્માણ આ વર્ષે ઓગસ્ટ સુધી પૂર્ણ થઈ જશે. હાઈ ટેક, ક્ષતિરહિત, મલ્ટીપરપસ સેન્સપ એપથી જન્મ, મૃત્યુ, પરિવાર, આર્થિક સ્થિતિ જેવી તમામ જાણકારીઓને અપડેટ કરી શકાશે. તેનાથી લોકોએ સરકારી ઓફિસોમાં ધક્કા ખાવા પડશે નહીં. તેનાથી પ્રાપ્ત તમામ પ્રકારની જાણકારીનો ફાયદો ભવિષ્યની સરકારોને મળશે, જેથી તે પોતાની નીતિઓનું ઘડતર કરી જનતા માટે કામ કરી શકે.
Shaheen Bagh: બુલડોઝર એક્શન પર રાજકીય બબાલ, ભાજપના નેતા બોલ્યા- મિની પાકિસ્તાન છે શાહીનબાગ
દેશના વિકાસને મળશે ગતિ
અસમ પહોંચેલા અમિત શાહે કહ્યુ કે, વસ્તી ગણતરી દેશ માટે મહત્વપૂર્ણ છે. અમસ માટે તેનું ખુબ મહત્વ છે. વસ્તી ગણતરી જણાવી શકે કે શું પ્લાન કરવાનો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજાનો આધાર તેના પર હોય છે. ચોક્કસ વસ્તી ગણતરીના આધાર પર દેશ જ્યારે 2047માં આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે તો દરેક ક્ષેત્રમાં આગળ હશે. તેમણે કહ્યું કે, દેશમાં ઘણી કમીઓની ચર્ચા થાય છે. પાણીની કમી છે, રસ્તા નથી. કમી પર તો બધા ચર્ચા કરે છે પરંતુ તેને ઠીક કઈ રીતે કરવું તે કોઈ જણાવતું નથી. આ તમામ સમસ્યાને દૂર કરવા વસ્તી ગણતરી જરૂરી છે. તેનાથી ખ્યાલ આવશે કે વિકાસની શું જરૂર છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube