નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે ભારત કે મન કી બાત મોદી કે સાથ નામનું અભિયાન શરૂ કર્યું છે. તેના દ્વારા ભાજપ દેશભરના લોકો સાથે વાતચીત કરીને ચૂંટણી માટે પોતાનો સંકલ્પ પત્ર જારી કરશે. અભિયાનની શરૂઆત કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આ અભિયાન સંકલ્પ પત્રના લોકતાંત્રિકરણનો અનોખો પ્રયોગ છે. દેશના 10 કરોડ પરિવાર કેવો દેશ ઈચ્છે છે તે તેમના અભિપ્રાયથી જાણી શકાશે. અભિયાન શરૂ કર્યા બાદ શાહે મીડિયા સાથે વાત કરી અને આ દરમિયાન એક સવાલના જવાબ તેમણે રામ મંદિર વિશે કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર જ ભાજપનો સંકલ્પ છે. અમે આ સંકલ્પ સાથે દ્રઢતાથી ઊભા છીએ. તેમણે કહ્યું કે જે સંતોનો સંકલ્પ છે તે ભાજપનો પણ સંકલ્પ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું અમિત શાહે રામ મંદિર વિશે?
અમિત શાહે એમ પણ કહ્યું કે વિપક્ષ અયોધ્યા વિવાદ પર કોર્ટમાં અડચણો ન લાવે. રામ મંદિરનું ભવ્ય નિર્માણ થવું જોઈએ. તેમણે કહ્યું કે રામ મંદિર પર તમામ વિપક્ષી દળો પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. અયોધ્યામાં ભવ્ય રામમંદિર જ ભાજપનો સંકલ્પ છે. અમે આ સંકલ્પ સાથે દ્રઢતાથી ઊભા છીએ. સાધુ સંતોનો જે સંકલ્પ છે તે જ ભાજપનો પણ સંકલ્પ છે. 


લેહ એરપોર્ટના નવા ટર્મિનલનો PMએ કર્યો શિલાન્યાસ, કહ્યું- 'તમારા આશીર્વાદ મળશે તો લોકાર્પણ હું જ કરીશ'


ભારત કે મન કી બાત-મોદી કે સાથ અભિયાન
આ અભિયાન શરૂ કરતા અમિત શાહે કહ્યું કે વર્ષ 2014 અગાઉ દેશમાં જે અંદરની સ્થિતિ હતી તે દેશના લોકતંત્રમાં લોકોની આસ્થા ડગમગાવનારી હતી. 2014 અગાઉ 30 વર્ષ સુધી દેશની સમસ્યાઓના સમાધાન માટે દૂરંદર્શી સોચ સાથે નક્કર પગલાં લેવાયા નથી. 2014 અગાઉ ચૂંટણી જીતવા માટે ફક્ત ખોટા વાયદા કરવામાં આવ્યાં.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...